થવાનો માર્ગ પ્રકાશિત થયો. જેમ સૂર્યને એવી ઇચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું, પરંતુ સ્વાભાવિક
જ તેના કિરણો ફેલાય છે જેથી માર્ગનું પ્રકાશન થાય છે. તે જ પ્રમાણે શ્રી વીતરાગ કેવળી
ભગવાનને એવી ઇચ્છા નથી કે અમે મોક્ષમાર્ગને પ્રગટ કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ
અઘાતિકર્મના ઉદયથી તેમના શરીરરૂપ પુદ્ગલો દિવ્યધ્વનિરૂપ પરિણમે છે, જેનાથી મોક્ષમાર્ગનું
સહજ પ્રકાશન થાય છે. વળી શ્રી ગણધર દેવોને એવો વિચાર આવ્યો કે જ્યારે કેવળીભગવાનરૂપ
સૂર્યનું અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષમાર્ગને કેવી રીતે પામશે? અને મોક્ષમાર્ગ પામ્યા વિના
જગતના જીવો દુઃખને જ સહશે, એવી કરુણાબુદ્ધિવડે અંગપ્રકીર્ણાદિક ગ્રન્થ જેવા મહાન દીપકોનો
જેમ હંસને દૂધમાં પાણી ભેળવી આપો તોપણ તે પાણીને ન પીતાં માત્ર દૂધને જ અંગીકાર
કરે છે, કારણ તેની ચાંચ જ એવા પ્રકારની હોય છે કે તેનો સ્પર્શ થતાં જ પાણી અને દૂધના અંશો
જુદા જુદા થઈ જાય છે, તેમ શુદ્ધ દ્રષ્ટિનો ધારક ભેદવિજ્ઞાની આત્મા નાના પ્રકારનો ઉપદેશ સાંભળી
પોતાની બુદ્ધિથી નિર્ધાર કરે, પરમ પુરુષોનાં વાક્યોની સાથે પોતે કરેલા નિર્ણયને સરખાવે અને તેથી
જે તત્ત્વજ્ઞાનપૂર્વક અર્થ નિર્ણય થાય તેને અંગીકાર કરે તથા અન્ય સર્વને છોડે. આવા શ્રોતા હંસ સમાન
જાણવા.
હવે નેત્ર સમાન, દર્પણ સમાન, ત્રાજવાની દાંડી સમાન અને કસોટી સમાન ચાર પ્રકારના મહા
ઉત્તમ શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ.
જેમ નેત્ર ભલા – બૂરાને નિર્ણયરૂપ જોઈ શકે છે તેમ ભલા – બૂરા ઉપદેશને નિર્ણયરૂપ જાણી
બૂરાને છોડી ભલા ઉપદેશનું દ્રઢ શ્રદ્ધાન જેઓ કરે છે તેમને નેત્ર સમાન શ્રોતા જાણવા.
જેમ દર્પણમાં પોતાનું મુખ જોઈ તે ઉપર લાગેલી રજ. મળ વગેરે ધોઈ મુખને સાફ કરવામાં
આવે છે તેમ સમ્યગ્ ઉપદેશ સાંભળી પોતાના ચૈતન્યસ્વભાવમાં લાગેલી કર્મરજને દૂર કરી આત્મપ્રદેશો
નિર્મળ કરવાનો જે ઉપાય કરે છે તે દર્પણ સમાન શ્રોતા જાણવા.
જેમ ત્રાજવાની દાંડી વડે ઓછું – વધતું તરત જણાઈ આવે છે, વા તે દાંડી ઓછા – વધતાનું
જેમ તોલન કરે છે, તેમ સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને પોતાની બુદ્ધિ વડે સમ્યક્પ્રકારે પૂર્વ
મહાપુરુષોની આમ્નાયાનુસાર તોલન કરે છે. વળી જે ઉપદેશ પોતાને અનુપયોગી લાગે તેને તો છોડે
છે તથા અધિક ફળદાતા ઉપયોગી ઉપદેશને અંગીકાર કરે છે. આવા શ્રોતા ત્રાજવાની દાંડી સમાન જાણવા.
જેમ કસોટી ઉપર ઘસી ભલા – બૂરા સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે તેમ રૂડા શ્રોતાઓ
પોતાની સમ્યગ્બુદ્ધિરૂપ કસોટી ઉપર, પ્રાપ્ત થયેલા ઉપદેશને ચડાવે અને તેમાં હિતકારી – અહિતકારી
ઉપદેશને સમ્યક્ પ્રકારે જાણી અહિતકારીને છોડી હિતકારીને ગ્રહણ કરે તે શ્રોતા કસોટી સમાન જાણવા.
વળી સુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, મનન, ઊહ (પ્રશ્ન), અપોહ (ઉત્તર) અને તત્ત્વ -
નિર્ણય — એ આઠ ગુણો સહિત જેનું અંતઃકરણ હોય તેવા શ્રોતા જ મોક્ષાભિલાષી જાણવા.
એ પ્રમાણે પ્રસંગાનુસાર જુદા જુદા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ કહ્યું.
(સંગ્રાહક – અનુવાદક)
૨૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક