ઉપરથી આચાર્યાદિકોથી અન્ય ગ્રન્થો રચાયાં. વળી તેનાથી કોઈએ અન્ય ગ્રન્થો રચ્યાં. એ પ્રમાણે
ગ્રન્થોથી ગ્રન્થ થતાં ગ્રન્થોની પરમ્પરા પ્રવર્તે છે. તેમ હું પણ પૂર્વ ગ્રન્થ ઉપરથી આ ગ્રન્થ બનાવું
છું. વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તથા દિવ્યધ્વનિ વા સર્વ ગ્રન્થો
માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રન્થ પણ મોક્ષમાર્ગને પ્રકાશે છે. વળી નેત્રરહિત વા
નેત્રવિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ દીપકનો
માર્ગપ્રકાશકપણાનો અભાવ થયો નથી, તેમ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાનરહિત વા
મિથ્યાત્વાદિ વિકાર સહિત છે તેને મોક્ષમાર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ ગ્રન્થનો મોક્ષમાર્ગપ્રકાશક-
પણાનો અભાવ થયો નથી. એ પ્રમાણે આ ગ્રન્થનું ‘મોક્ષમાર્ગપ્રકાશક’ એ નામ સાર્થક જાણવું.
તેના ઉદ્યોતથી પોતાનું કાર્ય કરી શકે, તેમ મહાન ગ્રન્થોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન વડે
રહે છે પણ જેને ઘણા જ્ઞાનાદિકની શક્તિ ન હોય તેને લઘુ ગ્રન્થ બનાવી આપીએ તો તે તેનું
સાધન રાખી તેના પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે. માટે આ સુગમ લઘુ ગ્રન્થ બનાવીએ છીએ.
વળી કષાયપૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા
હું આ ગ્રન્થ બનાવતો નથી, પણ જેને વ્યાકરણ
બને છતાં તેનો યથાર્થ અર્થ ભાસે નહિ એવા આ સમયમાં મંદ બુદ્ધિમાન જીવો ઘણા જોવામાં
આવે છે, તેમનું ભલું થવા અર્થે ધર્મબુદ્ધિપૂર્વક આ ભાષામય ગ્રન્થ બનાવું છું.
જીવને સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અભ્યાસ ન કરે તો તેના અભાગ્યનો
મહિમા કોણ કરી શકે? તેનું તો હોનહાર જ વિચારી પોતાને સમતા આવે. કહ્યું છે કેઃ