Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 332 of 370
PDF/HTML Page 360 of 398

 

background image
૩૪૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
કેટલાંક સકળસંયમરૂપ કહ્યાં; તેમાં પ્રથમ ગુણસ્થાનથી માંડી ચોથા ગુણસ્થાન સુધી કષાયનાં
જે સ્થાન હોય છે તે બધાં અસંયમના જ હોય છે, તેથી ત્યાં કષાયોની મંદતા હોવા છતાં
પણ ચારિત્ર નામ પામતાં નથી.
જોકે પરમાર્થથી કષાયનું ઘટવું એ ચારિત્રનો અંશ છે તોપણ વ્યવહારથી જ્યાં કષાયોનું
એવું ઘટવું થાય કે જેથી શ્રાવકધર્મ વા મુનિધર્મનો અંગીકાર થાય ત્યાં જ ચારિત્ર નામ પામે
છે. હવે અસંયતગુણસ્થાનમાં એવા કષાય ઘટતાં નથી તેથી ત્યાં અસંયમ કહ્યો છે. વળી
કષાયોની અધિકતા
હીનતા હોવા છતાં પણ જેમ પ્રમત્તાદિ ગુણસ્થાનોમાં સર્વત્ર સકળસંયમ જ
નામ પામે છે તેમ મિથ્યાત્વથી અસંયત સુધીના ગુણસ્થાનોમાં અસંયમ નામ પામે છે પણ સર્વ
ઠેકાણે અસંયમની સમાનતા ન જાણવી.
પ્રશ્નઃજો અનંતાનુબંધીપ્રકૃતિ સમ્યક્ત્વને ઘાતતી નથી તો તેનો ઉદય થતાં
સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદન ગુણસ્થાનને કેમ પામે છે?
ઉત્તરઃજેમ કોઈ મનુષ્યને મનુષ્યપર્યાય નાશ થવાના કારણરૂપ તીવ્રરોગ પ્રગટ
થયો હોય તેને મનુષ્યપર્યાય છોડવાવાળો કહીએ છીએ પણ મનુષ્યપણું દૂર થતાં દેવાદિપર્યાય
થાય છે તે તો આ રોગ અવસ્થામાં થઈ નથી, અહીં તો મનુષ્યનું જ આયુષ્ય છે; તેમ
સમ્યગ્દ્રષ્ટિને સમ્યક્ત્વના નાશના કારણ અનંતાનુબંધીનો ઉદય થયો હોય તેને સમ્યક્ત્વનો
વિરાધક સાસાદની કહ્યો, પણ સમ્યક્ત્વનો અભાવ થતાં મિથ્યાત્વ થાય છે તે અભાવ તો આ
સાસાદનમાં થયો નથી, અહીં તો ઉપશમસમ્યક્ત્વનો જ કાળ છે
એમ જાણવું.
એ પ્રમાણે સમ્યક્ત્વના સદ્ભાવમાં અનંતાનુબંધી ચોકડીની વ્યવસ્થા થાય છે માટે સાત
પ્રકૃતિઓના ઉપશમાદિકથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કહીએ છીએ.
પ્રશ્નઃતો સમ્યક્ત્વમાર્ગણાના છ ભેદ કર્યા તે કેવી રીતે?
ઉત્તરઃસમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે, પરંતુ સમ્યક્ત્વના અભાવરૂપ મિથ્યાત્વ,
એ બંનેનો મિશ્રભાવ તે મિશ્ર, તથા સમ્યક્ત્વનો ઘાતકભાવ તે સાસાદન. એ પ્રમાણે સમ્યક્ત્વ-
માર્ગણાથી જીવનો વિચાર કરતાં છ ભેદ કહ્યા છે.
અહીં કોઈ કહે કે‘સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં આવ્યો હોય તેને મિથ્યાત્વ-
સમ્યક્ત્વ કહેવાય’ એમ કહેવું એ તો અસત્ય છે, કારણ કેઅભવ્યને પણ તેનો સદ્ભાવ
હોય છે. વળી મિથ્યાત્વસમ્યક્ત્વ કહેવું એ જ અશુદ્ધ છે. જેમ સંયમમાર્ગણામાં અસંયમ કહ્યા
છે તથા ભવ્યમાર્ગણામાં અભવ્ય કહ્યા છે, તે જ પ્રમાણે અહીં સમ્યક્ત્વમાર્ગણામાં મિથ્યાત્વ
કહ્યું છે, પણ ત્યાં મિથ્યાત્વને સમ્યક્ત્વનો ભેદ ન સમજવો. સમ્યક્ત્વની અપેક્ષાએ વિચાર કરતાં
કેટલાક જીવોને સમ્યક્ત્વના અભાવથી મિથ્યાત્વ હોય છે એવો અર્થ પ્રગટ કરવા અર્થે