Moksha Marg Prakashak (Gujarati). Samyagdarshanana Aatha Anga.

< Previous Page   Next Page >


Page 333 of 370
PDF/HTML Page 361 of 398

 

background image
નવમો અધિકાર ][ ૩૪૩
સમ્યક્ત્વ-માર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે. એ જ પ્રમાણે સાસાદન અને મિશ્ર પણ સમ્યક્ત્વના
ભેદ નથી, સમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે, એમ સમજવું.
અહીં કર્મના ઉપશમાદિકથી ઉપશમાદિસમ્યક્ત્વ કહ્યાં પણ કર્મનાં ઉપશમાદિક કાંઈ
આનાં કર્યાં થતાં નથી, માટે આ જીવ તો તત્ત્વશ્રદ્ધાન કરવાનો ઉદ્યમ કરે અને તેના નિમિત્તથી
કર્મનાં ઉપશમાદિક તો સ્વયમેવ થાય છે ત્યારે તેને તત્ત્વશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, એમ સમજવું.
એ પ્રકારથી સમ્યક્ત્વના ભેદ જાણવા. એ પ્રમાણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહ્યું.
હવે સમ્યગ્દર્શનનાં આઠ અંગ કહીએ છીએ.
સમ્યગ્દર્શનનાં આL અંગ
નિઃશંકિતત્ત્વ, નિઃકાંક્ષિતત્ત્વ, નિઃર્વિચિકિત્સત્વ, અમૂઢદ્રષ્ટિત્વ, ઉપબૃંહણ, સ્થિતિકરણ,
પ્રભાવના અને વાત્સલ્યએ સમ્યક્ત્વનાં આઠ અંગ છે. ૧ભયનો અભાવ અથવા તત્ત્વોમાં
સંશયનો અભાવ તે નિઃશંકિતત્ત્વ છે. ૨પરદ્રવ્ય આદિમાં રાગરૂપ વાંછાનો અભાવ
તે નિઃકાંક્ષિતત્ત્વ છે. ૩પરદ્રવ્ય આદિમાં દ્વેષરૂપ ગ્લાનિનો અભાવ તે નિર્વિચિકિત્સત્વ છે. ૪
તત્ત્વોમાં અને દેવાદિકમાં અન્યથા પ્રતીતિરૂપ મોહનો અભાવ તે અમૂઢદ્રષ્ટિત્વ છે.
આત્મધર્મ વા જિનધર્મને વધારવો તેનું નામ ઉપબૃંહણ છે, તથા એ જ અંગનું નામ
ઉપગૂહન પણ કહીએ છીએ, ત્યાં ધર્માત્મા જીવોના દોષને ઢાંકવા એવો ઉપગૂહનનો અર્થ
સમજવો. ૬
પોતાના સ્વભાવમાં વા જિનધર્મમાં પોતાને વા પરને સ્થાપન કરવો તે સ્થિતિકરણ
અંગ છે. ૭પોતાના સ્વરૂપનું વા જિનધર્મનું માહાત્મ્ય પ્રગટ કરવું, તે પ્રભાવના છે.
પોતાના સ્વરૂપમાં, જિનધર્મમાં વા ધર્માત્મા જીવોમાં અતિ પ્રીતિભાવ તે વાત્સલ્ય છે. એ
પ્રમાણે આઠ અંગ જાણવાં.
જેમ મનુષ્યશરીરનાં હાથપગ આદિ અંગ છે તેમ આ પણ સમ્યક્ત્વનાં અંગ છે.
પ્રશ્નઃકેટલાક સમ્યગ્દ્રષ્ટિ જીવોને પણ ભય, ઇચ્છા અને ગ્લાનિ આદિ હોય
છે તથા કોઈ મિથ્યાદ્રષ્ટિને તે નથી હોતાં, તેથી એ નિઃશંકિતાદિને સમ્યક્ત્વનાં અંગ કેમ
કહો છો?
ઉત્તરઃજેમ મનુષ્યશરીરનાં હાથપગ આદિ અંગ કહીએ છીએ ત્યાં કોઈ મનુષ્ય
એવા પણ હોય છે કે જેમને હાથપગ આદિ કોઈ અંગ હોતાં નથી છતાં તેને મનુષ્યશરીર
તો કહીએ છીએ, પરંતુ એ અંગો વિના તે શોભાયમાન વા સકળ કાર્યકારી થતો નથી; તેમ
સમ્યક્ત્વના નિઃશંકિતાદિ અંગ કહીએ છીએ ત્યાં કોઈ સમ્યગ્દ્રષ્ટિ એવા પણ હોય છે કે જેમને
નિઃશંકિતત્વાદિમાંનાં કોઈ અંગ ન હોય છતાં તેમને સમ્યક્ત્વ તો કહેવામાં આવે છે. પરંતુ
એ અંગો વિના તે સમ્યગ્દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. વળી જેમ વાંદરાને પણ