રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ][ ૩૫૩
અનુભવમાં આત્મા પ્રત્યક્ષની માફક યથાર્થ પ્રતિભાસે છે, તેથી આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ
જાણવું હોય છે એમ કહીએ તો દોષ નથી. કથન તો અનેક પ્રકારનાં હોય છે; તે સર્વ આગમ –
અધ્યાત્મશાસ્ત્રોથી જેમ વિરોધ ન આવે તેમ વિવક્ષાભેદવડે જાણવાં.
પ્રશ્નઃ — એવો અનુભવ કયા ગુણસ્થાનમાં થાય છે?
સમાધાનઃ — ચોથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચોથામાં તો ઘણા કાળનાં
અંતરાલથી થાય છે અને ઉપરના ગુણસ્થાનોમાં શીઘ્ર શીઘ્ર થાય છે.
પ્રશ્નઃ — અનુભવ તો નિર્વિકલ્પ છે, ત્યાં ઉપરના અને નીચેના ગુણ-
સ્થાનોમાં ભેદ શો?
ઉત્તરઃ — પરિણામોની મગ્નતામાં વિશેષ છે; જેમ બે પુરુષ નામ લે છે અને બંનેના
પરિણામ નામ વિષે છે; ત્યાં એકને તો મગ્નતા વિશેષ છે તથા બીજાને થોડી છે, તેમ આમાં
પણ જાણવું.
પ્રશ્નઃ — જો નિર્વિકલ્પ અનુભવમાં કોઈ વિકલ્પ નથી તો શુક્લધ્યાનનો
પ્રથમ ભેદ (જે) પૃથક્ત્વવિતર્કવિચાર કહ્યો છે, તેમાં ‘પૃથક્ત્વવિતર્ક’ —
નાનાપ્રકારના શ્રુતનો ‘વિચાર’ — અર્થ – વ્યંજન – યોગ – સંક્રમણ – એમ કેમ કહ્યું?
ઉત્તરઃ — કથન બે પ્રકારે હોય છેઃ એક સ્થૂળરૂપ છે અને બીજું સૂક્ષ્મરૂપ છે.
જેમ સ્થૂળરૂપે તો છઠ્ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત કહ્યું, પણ સૂક્ષ્મતાએ નવમા ગુણસ્થાન
સુધી મૈથુનસંજ્ઞા કહી; તેમ અહીં અનુભવમાં નિર્વિકલ્પતા સ્થૂળરૂપે કહી છે. તથા સૂક્ષ્મતાથી
પૃથક્ત્વવિતર્કવિચારાદિ ભેદ વા કષાયાદિક દશમા ગુણસ્થાન સુધી કહ્યાં છે ત્યાં પોતાના તથા
અન્યના જાણવામાં આવી શકે એવા ભાવનું કથન સ્થૂળ જાણવું, અને જે પોતે પણ ન
જાણી શકે, (માત્ર) કેવળી ભગવાન જ જાણી શકે એવા ભાવોનું કથન સૂક્ષ્મ જાણવું.
ચરણાનુયોગઆદિમાં સ્થૂળ કથનની મુખ્યતા છે અને કરણાનુયોગમાં સૂક્ષ્મ કથનની મુખ્યતા છે,
એવા ભેદ અન્ય ઠેકાણે પણ જાણવા.
એ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું.
વળી ભાઈશ્રી! તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યાં અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત
સર્વાંગ મળતાં આવે નહિ. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચન્દ્ર,
જળબિન્દુ, અગ્નિકણ — એ તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચન્દ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ –
એ સર્વદેશ છે, એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો એકદેશ પ્રગટ થયા
છે તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે અને જેમ દ્રષ્ટાંતોની