૩૫૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
એક જાતિ છે, તેમ જ જેટલા ગુણ અવ્રત સમ્યગ્દ્રષ્ટિને પ્રગટ થયા છે તેની અને તેરમા
ગુણસ્થાનમાં જે ગુણ પ્રગટ થાય છે તેની એક જાતિ છે.
પ્રશ્નઃ — જો એક જાતિ છે તો જેમ કેવળી સર્વ જ્ઞેયને પ્રત્યક્ષ જાણે
છે તેમ ચોથા ગુણસ્થાનવાળો જીવ પણ આત્માને પ્રત્યક્ષ જાણતો હશે?
ઉત્તરઃ — ભાઈશ્રી! પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી પણ સમ્યગ્જ્ઞાનની
અપેક્ષાએ એક જાતિ છે. ચોથા ગુણસ્થાનવાળાને મતિ – શ્રુતરૂપ સમ્યગ્જ્ઞાન છે, અને તેરમા
ગુણસ્થાનવાળાને કેવળરૂપ સમ્યગ્જ્ઞાન છે. વળી એકદેશ સર્વદેશનું અંતર તો એટલું જ છે કે
મતિ – શ્રુતજ્ઞાનવાળા અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ વા અપ્રત્યક્ષ,
કિંચિત્, અનુક્રમથી જાણે છે તથા કેવળજ્ઞાની સર્વ વસ્તુને સર્વથા યુગપત્ જાણે છે. પ્રથમનો
પરોક્ષરૂપે જાણે છે અને બીજો પ્રત્યક્ષરૂપે જાણે છે, એટલો જ તેમાં વિશેષ (ભેદ) છે, વળી
જો સર્વથા (એ બન્ને જ્ઞાનની) એક જ જાતિ કહીએ તો જેમ કેવળજ્ઞાની યુગપત્ પ્રત્યક્ષ
અપ્રયોજનરૂપ જ્ઞેયને નિર્વિકલ્પરૂપે જાણે છે તેમ એ (મતિ-શ્રુતસમ્યગ્જ્ઞાની) પણ જાણે, પણ
એમ તો નથી, તેથી પ્રત્યક્ષ – પરોક્ષનો વિશેષ (ભેદ) જાણવો. કહ્યું છે કેઃ —
स्याद्वादकेवलज्ञाने सर्वतत्त्वप्रकाशने ।
भेदः साक्षादसाक्षाच्च ह्यवस्त्वन्यतमं भवेत् ।।
(अष्टसहस्त्री – दशमःपरिच्छेद – १०५)
અર્થઃ — સ્યાદ્વાદ અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન — એ બન્ને સર્વ તત્ત્વોને પ્રકાશનારાં
છે, ભેદ એટલો જ કે કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, શ્રુતજ્ઞાન પરોક્ષ છે. પરંતુ વસ્તુ છે તે અન્યરૂપે
નથી.
વળી તમે નિશ્ચય સમ્યક્ત્વનું અને વ્યવહારસમ્યક્ત્વનું સ્વરૂપ લખ્યું તે સત્ય છે. પરંતુ
એટલું જાણવું કે સમ્યક્ત્વીને વ્યવહારસમ્યક્ત્વમાં વા અન્ય કાળમાં અંતરંગ નિશ્ચયસમ્યક્ત્વ
ગર્ભિત છે, નિરંતર ગમન (પરિણમન) રૂપ રહે છે.
વળી તમે લખ્યું કે કોઈ સાધર્મી કહે છે કેઃ — આત્માને પ્રત્યક્ષ જાણે તો
કર્મવર્ગણાઓને પ્રત્યક્ષ કેમ ન જાણે?
એ જ કહ્યું છે કે આત્માને પ્રત્યક્ષ તો કેવળી જ જાણે છે, કર્મવર્ગણાને અવધિજ્ઞાન
પણ જાણે છે.
વળી તમે લખ્યું છે કે ‘બીજના ચંદ્રની જેમ આત્માના પ્રદેશ થોડા ખુલ્લા છે એમ
કહો.’