રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ][ ૩૫૫
ઉત્તરઃ — એ દ્રષ્ટાંત પ્રદેશની અપેક્ષાએ નથી પણ ગુણની અપેક્ષાએ છે.
એ પ્રમાણે સમ્યક્ત્વી સંબંધી તથા અનુભવ સંબંધી પ્રત્યક્ષ – અપ્રત્યક્ષાદિકના જે પ્રશ્નો
તમે લખ્યા હતા તેનો પ્રત્યુત્તર મારી બુદ્ધિ અનુસાર લખ્યો છે. તમે પણ જિનવાણીથી તથા
પોતાની પરિણતિથી મેળવી લેશો.
અને ભાઈશ્રી, વિશેષ ક્યાં સુધી લખીએ? જે વાત જાણવામાં આવે તે લખવામાં આવી
શકે નહિ. મળ્યેથી કંઈક કહી શકાય; પરંતુ મળવું કર્માધીન છે. માટે સારું તો એ છે કે
ચૈતન્યસ્વરૂપના અનુભવના ઉદ્યમી રહેવું.
વર્તમાનકાળમાં અધ્યાત્મતત્ત્વ તો આત્મખ્યાતિ – સમયસાર ગ્રંથની શ્રી અમૃતચંદ્ર
આચાર્યકૃત ટીકામાં છે અને આગમની ચર્ચા ગોમ્મટસારમાં છે તથા બીજા પણ અન્ય ગ્રંથોમાં
છે.
જે જાણી છે તે સર્વ લખવામાં આવે નહિ; તેથી તમે પણ અધ્યાત્મ તથા આગમગ્રંથોનો
અભ્યાસ રાખજો અને સ્વરૂપાનંદમાં મગ્ન રહેજો.
વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલજો; સ્વધર્મીને તો પરસ્પર
(ધર્મ) ચર્ચા જ જોઈએ; વળી મારી તો એટલી બુદ્ધિ છે નહિ, પરંતુ તમારા જેવા ભાઈઓથી
પરસ્પર વિચાર છે, તે મોટી વાત છે.
જ્યાં સુધી મળવું થાય નહિ ત્યાં સુધી પત્ર તો અવશ્ય લખ્યા કરો.
મિતિ ફાગણ વદ
૫ સંવત ૧૮૧૧.
❁
— ટોડરમલ.