કે જીવ પહેલાં ન્યારો હતો, તથા કર્મ ન્યારાં હતાં અને પાછળથી તેમનો સંયોગ થયો. તો કેવી
રીતે છે? જેમ મેરુગિરિ આદિ અકૃત્રિમ સ્કંધોમાં અનન્તા પુદ્ગલપરમાણુઓ અનાદિકાળથી
એકબંધાનરૂપ છે, તેમાંથી કોઈ પરમાણુ જુદા પડે તો કોઈ નવા મળે છે, એ પ્રમાણે મળવું –
વિખરાવું થયા કરે છે. તેમ સંસારમાં એક જીવદ્રવ્ય તથા અનન્તા કર્મરૂપ પુદ્ગલપરમાણુ એ
બન્ને અનાદિકાળથી એકબંધાનરૂપ છે. તેમાંથી કોઈ કર્મપરમાણુ જુદા પડે છે તથા કોઈ નવા
મળે છે. એ પ્રમાણે મળવું – વિખરાવું થયા કરે છે.
✾ કર્મોના અનાદિપણાની સિદ્ધિ ✾
પ્રશ્નઃ — પુદ્ગલપરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે, તો અનાદિ
કર્મરૂપ કેવી રીતે છે?
ઉત્તરઃ — નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે, અનાદિ અવસ્થામાં નિમિત્તનું
કાંઈ પ્રયોજન નથી. જેમ નવીન પુદ્ગલપરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ – રુક્ષ ગુણના અંશો વડે
જ થાય છે તથા મેરુગિરિ વગેરે સ્કંધોમાં અનાદિ પુદ્ગલપરમાણુઓનું બંધાન છે ત્યાં નિમિત્તનું
શું પ્રયોજન છે? તેમ નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું તો રાગાદિક વડે જ થાય છે તથા અનાદિ
પુદ્ગલપરમાણુઓની કર્મરૂપ જ અવસ્થા છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? વળી જો અનાદિ વિષે
પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહિ, માટે કર્મનો બંધ અનાદિ માનવો. શ્રી પ્રવચનસાર
શાસ્ત્રની તત્ત્વપ્રદીપિકાવૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય જ્ઞેયાધિકાર છે, ત્યાં કહ્યું છે કે – ‘‘રાગાદિકનું
કારણ તો દ્રવ્યકર્મ છે તથા દ્રવ્યકર્મનું કારણ રાગાદિક છે.’’ ત્યારે ત્યાં તર્ક કર્યો છે કે – એ પ્રમાણે
તો ઇતરેતરાશ્રય દોષ લાગે છે અર્થાત્ તે તેના આશ્રયે અને તે તેના આશ્રયે એમ થયું, ક્યાંય
થંભાવ રહ્યો નહિ. ત્યારે ત્યાં એવો ઉત્તર આપ્યો છે કેઃ —
‘‘एवंसतीतरेतराश्रयदोषः न हि। अनादिप्रसिद्धद्रव्यकर्माभिसंबद्धस्यात्मनः प्राक्तनद्रव्यकर्मणस्तत्र
हेतुत्वेनोपादानात्’’ — પ્રવચનસાર, અ૦ ૨ ગાથા ૨૯ (સળંગ – ૧૨૧)
અર્થઃ — એ પ્રમાણે ઇતરેતરાશ્રય દોષ નથી, કારણ અનાદિનો સ્વયંસિદ્ધ દ્રવ્યકર્મનો
સંબંધ છે તેને ત્યાં કારણપણાવડે ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે આગમમાં કહ્યું છે. વળી યુક્તિથી
પણ એમ જ સંભવે છે. જો કર્મનિમિત્ત વિના જીવને પહેલાં રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો
એક સ્વભાવ થઈ જાય, કારણ પરનિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. માટે કર્મનો
સંબંધ અનાદિ જ માનવો.
પ્રશ્નઃ — જો ન્યારાં ન્યારાં દ્રવ્ય છે તો અનાદિથી તેનો સંબંધ કેમ સંભવે?
ઉત્તરઃ — જેમ મૂળથી જ જળ અને દૂધનો, સુવર્ણ અને કિટ્ટીકનો, તુષ અને કણનો
તથા તેલ અને તલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે, તેનો નવીન મેળાપ થયો નથી, તેમ
જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જ જાણવો; પરંતુ તેનો નવીન મેળાપ થયો નથી. વળી
૨૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
4