Moksha Marg Prakashak (Gujarati). Jiv Ane Karmoni Bhinnta Amoortik Aatmathi Moortik Karmano Bandh Kevi Rite Thay Chhe.

< Previous Page   Next Page >


Page 17 of 370
PDF/HTML Page 45 of 398

 

background image
તમે કહ્યું કે‘‘તે કેમ સંભવે?’’ પણ અનાદિથી જેમ કોઈ જુદાં દ્રવ્યો છે તેમ કોઈ મળી રહેલાં
દ્રવ્યો પણ છે; એટલે એવા સંભવમાં કોઈ વિરોધ તો ભાસતો નથી.
પ્રશ્નઃસંબંધ વા સંયોગ કહેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલાં જુદાં
હોય, અને પછી મળ્યાં હોય, પણ અહીં અનાદિકાળથી મળેલાં જીવ અને કર્મોનો સંબંધ
કેમ કહ્યો?
ઉત્તરઃઅનાદિથી તો મળેલાં હતાં, પણ પાછળથી જુદાં થયાં ત્યારે જાણ્યું કે
જુદાં હતાં તો જુદાં થયાં. માટે પહેલાં પણ જુદાં જ હતાં. એ પ્રમાણે અનુમાન વડે વા
કેવળજ્ઞાનવડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાસે છે; એ વડે તેઓનું બંધાન હોવા છતાં પણ ભિન્નપણું જણાય
છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધ વા સંયોગ કહ્યો છે. કારણ નવા મળો વા મળેલા
જ હો, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે. એ પ્રમાણે જીવ અને કર્મનો
અનાદિ સંબંધ છે.
જીવ અને કર્મોની ભિન્નતા
હવે જીવદ્રવ્ય તો દેખવાજાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે; ઇન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય
અમૂર્તિક છે, તથા સંકોચવિસ્તારશક્તિસહિત અસંખ્યાતપ્રદેશી એક દ્રવ્ય છે. તથા કર્મ
ચેતનાગુણરહિત જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલપરમાણુઓનો પુંજ છે; માટે તે એક દ્રવ્ય નથી.
એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તોપણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી,
તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી પણ પોતપોતાના લક્ષણને ધરી બંને જુદાં જુદાં
જ રહે છે. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંધ હોવા છતાં પીતાદિ ગુણોને ધરી સુવર્ણ જુદું
જ રહે છે તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે તેમ એ બન્ને જુદાં જાણવાં.
અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધા કેવી રીતે થાય છે
પ્રશ્નઃમૂર્તિક મૂર્તિકનું તો બંધાન થવું બને, પણ અમૂર્તિક અને મૂર્તિકનું
બંધાન કેમ બને?
ઉત્તરઃજેમ વ્યક્તઇન્દ્રિયગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદ્ગલો તથા વ્યક્તઇન્દ્રિયગમ્ય
એવા સ્થૂલ પુદ્ગલોનું બંધાન હોવું માનીએ છીએ તેમ ઇન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય એવો
અમૂર્તિક આત્મા તથા ઇન્દ્રિયગમ્ય હોવા યોગ્ય મૂર્તિક કર્મો
એ બંનેનું પણ બંધાન છે એમ
માનવું. વળી એ બંધાનમાં કોઈ કોઈને કર્તા તો છે નહિ, જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી
એ બંનેનો સાથ રહે, પણ છૂટા પડે નહિ; તથા પરસ્પર કાર્ય
કારણપણું તેઓને બન્યું રહે
એટલું જ અહીં બંધાન જાણવું. હવે મૂર્તિકઅમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં કોઈ વિરોધ
નથી. એ પ્રમાણે જેમ એક જીવને અનાદિ કર્મસંબંધ કહ્યો તે જ પ્રમાણે જુદા જુદા અનંત
જીવોને પણ સમજવો.
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૨૭