Moksha Marg Prakashak (Gujarati). Ghati-aghati Karma Ane Tena Karya Nirbal Jadkarmo Dwara Jivana Swabhavano Ghata Tatha Bahya Samgrinu MaLavu.

< Previous Page   Next Page >


Page 18 of 370
PDF/HTML Page 46 of 398

 

background image
ઘાાતિઅઘાાતિ કર્મ અને તેનાં કાર્ય
હવે તે કર્મ જ્ઞાનાવરણાદિ ભેદો વડે આઠ પ્રકારનાં છે. ત્યાં ચાર ઘાતિકર્મોના નિમિત્તથી
તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. તેમાં જ્ઞાનાવરણદર્શનાવરણવડે જીવના જ્ઞાન
દર્શનસ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એ કર્મોના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ જ્ઞાનદર્શનની
વ્યક્તતા રહે છે. મોહનીયવડે જીવના સ્વભાવ નહિ એવા મિથ્યાશ્રદ્ધાન વા ક્રોધ, માન, માયા
અને લોભાદિક કષાયોની વ્યક્તતા થાય છે. તથા અંતરાયવડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના
સામર્થ્યરૂપ જે વીર્ય
તેની વ્યક્તતા થતી નથી, પણ તેના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ શક્તિ રહે
છે. એ પ્રમાણે ઘાતિકર્મોના નિમિત્તથી જીવના સ્વભાવનો અનાદિથી જ ઘાત થયો છે. પણ એમ
ન સમજવું કે પહેલાં તો સ્વભાવરૂપ શુદ્ધઆત્મા હતો, પરંતુ પાછળથી કર્મનિમિત્તથી
સ્વભાવઘાતવડે અશુદ્ધ થયો.
પ્રશ્નઃઘાત નામ તો અભાવનું છે. હવે જેનો પહેલાં સદ્ભાવ હોય તેનો
અભાવ કહેવો બને, પરંતુ અહીં સ્વભાવનો તો સદ્ભાવ છે જ નહિ તો પછી ઘાત કોનો
કર્યો?
ઉત્તરઃજીવમાં અનાદિથી જ એવી શક્તિ હોય છે કે જો કર્મનું નિમિત્ત ન હોય
તો કેવળજ્ઞાનાદિ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, પરંતુ અનાદિથી જ કર્મનો સંબંધ હોય છે તેથી
એ શક્તિનું વ્યક્તપણું ન થયું. એટલે શક્તિ અપેક્ષા સ્વભાવ છે તેનો, વ્યક્ત ન થવા દેવાની
અપેક્ષાએ, ઘાત કર્યો એમ કહીએ છીએ.
વળી ચાર અઘાતિકર્મોના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે.
ત્યાં વેદનીયવડે તો શરીરમાં વા શરીરથી બાહ્ય નાના પ્રકારનાં સુખદુઃખના કારણરૂપ
પરદ્રવ્યોનો સંયોગ જોડાય છે. આયુકર્મવડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ
છૂટી શકતો નથી. નામકર્મવડે ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે, તથા ગોત્રકર્મવડે ઊંચ
નીચ કુળની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણ અઘાતિકર્મો વડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે,
જે વડે મોહના ઉદયનો સાથ મળતાં જીવ સુખીદુઃખી થાય છે. વળી શરીરાદિકના સંબંધથી
જીવનો અમૂર્ત્તત્વાદિસ્વભાવ પોતાના સ્વઅર્થને કરી શકતો નથી. જેમ કોઈ શરીરને પકડે તો
આત્મા પણ પકડ્યો જાય છે. વળી જ્યાંસુધી કર્મનો ઉદય રહે ત્યાંસુધી બાહ્ય સામગ્રી પણ
તેમ જ બની રહે છે પણ અન્યથા થઈ શકતી નથી. એ પ્રમાણે અઘાતિકર્મોનું નિમિત્ત જાણવું.
નિર્બળ જMકર્મો દ્વારા જીવના સ્વભાવનો ઘાાત
તથા બાıાસામગ્રીનું મળવું
પ્રશ્નઃકર્મ તો જડ છે, જરાય બળવાન નથી, તો એ વડે જીવના સ્વભાવનો
ઘાત થવો વા બાહ્ય સામગ્રીનું મળવું કેમ સંભવે?
૨૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક