ઉત્તરઃ — જો કર્મ પોતે કર્તા થઈ ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાત કરે, બાહ્ય
સામગ્રી મેળવી આપે ત્યારે તો કર્મમાં ચૈતન્યપણું પણ જોઈએ તથા બળવાનપણું જોઈએ, પણ
એમ તો નથી. સહજ જ નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મનો ઉદયકાળ હોય ત્યારે
આત્મા પોતે જ સ્વભાવરૂપ પરિણમન કરતો નથી — વિભાવરૂપ પરિણમન કરે છે તથા જે
અન્ય દ્રવ્યો છે તે તે જ પ્રમાણે સંબંધરૂપ થઈ પરિણમે છે. જેમ કોઈ પુરુષના માથા ઉપર
મોહનધૂળ પડી છે તેથી તે પુરુષ પાગલ બની ગયો, હવે ત્યાં એ મોહનધૂળને તો જ્ઞાન પણ
નથી તેમ તેમાં બળવાનપણું પણ નથી, છતાં પાગલપણું એ મોહનધૂળ વડે જ થતું જોવામાં
આવે છે. મોહનધૂળનું તો માત્ર નિમિત્તપણું જ છે, પણ તે પુરુષ પોતે જ પાગલ થઈ પરિણમે
છે, એવો જ નિમિત્ત – નૈમિત્તિકભાવ બની રહ્યો છે. વળી જેમ સૂર્યોદયકાલે ચકવા – ચકવીનો
સંયોગ થાય છે ત્યાં કોઈએ દ્વેષબુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિ વિષે તેમને જુદાં કર્યાં નથી તેમ
કોઈએ કરુણાબુદ્ધિપૂર્વક દિવસ વિષે લાવીને મેળવ્યાં નથી પણ સૂર્યોદયનું નિમિત્ત પામીને પોતે
જ મળે છે, તથા સૂર્યાસ્તનું નિમિત્ત પામીને પોતે જ છૂટાં પડે છે. એવો જ નિમિત્ત -
નૈમિત્તિકભાવ બની રહ્યો છે. એ જ પ્રમાણે કર્મનો પણ નિમિત્ત - નૈમિત્તિકભાવ જાણવો. એ
પ્રમાણે કર્મના ઉદય વડે જીવની અવસ્થા થાય છે.
✾ નવીન બંધા કેવી રીતે થાય છે ✾
હવે નવીન બંધ કેવી રીતે થાય છે તે કહીએ છીએ. જેમ સૂર્યનો પ્રકાશ છે તે
મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે, તથા એ
મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે; પણ
મેઘપટલજનિત નથી. તેમ જીવનો જ્ઞાન – દર્શન – વીર્ય સ્વભાવ છે, તે જ્ઞાનાવરણ – દર્શનાવરણ
– અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાળમાં અભાવ છે તથા એ કર્મોના
ક્ષયોપશમથી જેટલો જ્ઞાન, દર્શન અને વીર્યસ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો અંશ
જ છે, કર્મોદયજન્ય ઔપાધિકભાવ નથી. હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી
કદી પણ અભાવ થતો નથી. અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે આ
જે દેખવા – જાણવાવાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે, વળી એ સ્વભાવ
વડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણ કે નિજ સ્વભાવ જ જો બંધનું કારણ થાય તો બંધથી
છૂટવું કેમ થાય? વળી એ કર્મના ઉદયથી જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે
વડે પણ બંધ થતો નથી, કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં તે અભાવ અન્યનું કારણ
કેમ થાય? માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઊપજેલા ભાવો નવીન
કર્મબંધના કારણરૂપ નથી. મોહનીયકર્મના ઉદયવડે જીવને અયથાર્થશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ થાય
છે. તથા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાયભાવ થાય છે; તે જોકે જીવના અસ્તિત્વમય
છે, જીવથી જુદા નથી, જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણમનરૂપ જ એ કાર્ય થાય
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૨૯