છે તોપણ એનું હોવું મોહકર્મના નિમિત્તથી જ છે, પણ કર્મનિમિત્ત દૂર થતાં તેનો અભાવ જ
થાય છે. માટે એ જીવનો નિજસ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે. તથા એ ભાવો વડે નવીન
બંધ થાય છે માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણરૂપ છે.
અઘાતિકર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે, તેમાં શરીરાદિક તો જીવના
પ્રદેશોથી એકક્ષેત્રાવગાહી થઈ એકબંધનરૂપ જ હોય છે, તથા ધન – કુટુંબાદિક આત્માથી ભિન્નરૂપ
છે તેથી એ બધા બંધના કારણ નથી, કારણ કે પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ હોય નહિ પણ
તેમાં આત્માના મમત્વાદિરૂપ મિથ્યાત્વાદિભાવ થાય છે, તે જ બંધના કારણરૂપ
જાણવાં.
✾ યોગ અને તેનાથી થવાવાળા પ્રકૃતિબંધા, પ્રદેશબંધા ✾
વિશેષમાં એમ જાણવું કે – નામકર્મના ઉદયથી શરીર, વચન વા મન ઊપજે છે, તેની
ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશોનું ચંચલપણું થાય છે, તે વડે આત્માને પુદ્ગલવર્ગણાઓથી
એકબંધાનરૂપ હોવાની શક્તિ થાય છે, તેને યોગ કહે છે. તેના નિમિત્તથી સમયે સમયે કર્મરૂપ
હોવા યોગ્ય અનંત પરમાણુઓનું ગ્રહણ થાય છે. ત્યાં અલ્પ યોગ હોય તો થોડા પરમાણુઓનું
તથા ઘણો યોગ હોય તો ઘણા પરમાણુનું ગ્રહણ થાય છે. એક સમયમાં ગ્રહણ થયેલા
પુદ્ગલપરમાણુઓ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિ વા તેની ઉત્તર પ્રકૃતિઓમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે
સ્વયં વહેંચાઈ જાય છે, અને તે વહેંચણી અનુસાર તે પરમાણુઓ તે તે પ્રકૃતિઓરૂપ પોતે જ
પરિણમી જાય છે.
વિશેષ એ છે કે યોગ બે પ્રકારના છે, શુભ યોગ અને અશુભ યોગ. ત્યાં ધર્મના
અંગોમાં મન – વચન – કાયાની પ્રવૃત્તિ થતાં તો શુભયોગ હોય છે તથા અધર્મના અંગોમાં તેની
પ્રવૃત્તિ થતાં અશુભયોગ હોય છે. હવે શુભયોગ હો વા અશુભયોગ હો, પરંતુ સમ્યક્ત્વ પામ્યા
વિના ઘાતિયાકર્મોની તો સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ
પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. પરંતુ આટલું સમજવાનું કે – મોહનીયના હાસ્ય
અને શોક યુગલમાં, રતિ અને અરતિ યુગલમાં અને ત્રણે પ્રકારના વેદમાંથી એક કાળમાં કોઈ
એક એક પ્રકૃતિનો જ બંધ થાય છે.
અઘાતિ પ્રકૃતિઓમાં શુભયોગ હોય તો સાતાવેદનીય આદિ પુણ્યપ્રકૃતિઓનો, અશુભયોગ
હોય તો અસાતાવેદનીયાદિ પાપપ્રકૃતિનો, તથા મિશ્રયોગ હોય તો કોઈ પુણ્યપ્રકૃતિઓનો તથા
કોઈ પાપપ્રકૃતિઓનો બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે.
માટે યોગ છે તે આસ્રવ છે એમ કહ્યું છે. વળી એ યોગદ્વારા ગ્રહણ થયેલાં કર્મપરમાણુઓનું
નામ પ્રદેશ છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ – ઉત્તર પ્રકૃતિઓનો વિભાગ થયો તેથી
૩૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક