યોગવડે પ્રદેશબંધ વા પ્રકૃતિબંધ થાય છે એમ સમજવું.
વળી મોહના ઉદયથી મિથ્યાત્વ – ક્રોધાદિરૂપ ભાવ થાય છે તે સર્વનું સામાન્યપણે
‘‘કષાય’’ એ નામ છે. તેનાથી કર્મપ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. ત્યાં જેટલી સ્થિતિ બાંધી
હોય તેમાં અબાધાકાળ૧ છોડી તે પછી જ્યાંસુધી બંધસ્થિતિ પૂર્ણ થાય ત્યાંસુધી સમયે સમયે
તે પ્રકૃતિઓનો ઉદય આવ્યા જ કરે છે. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચાયુ વિના બાકીની સર્વ
ઘાતિ – અઘાતિ કર્મપ્રકૃતિઓનો અલ્પ કષાય હોય તો થોડો સ્થિતિબંધ તથા ઘણો કષાય હોય
તો ઘણો સ્થિતિબંધ થાય છે. તથા દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણે આયુનો, અલ્પ કષાયથી
ઘણો અને ઘણો કષાય હોય તો થોડો સ્થિતિબંધ થાય છે.
વળી એ કષાય વડે જ તે કર્મપ્રકૃતિઓમાં અનુભાગશક્તિના (ફલદાન – શક્તિના) ભેદો
થાય છે. ત્યાં જેવો અનુભાગબંધ થાય તેવો જ ઉદયકાળમાં એ પ્રકૃતિઓનું ઘણું વા થોડું ફળ
નીપજે છે. ત્યાં ઘાતિકર્મની સર્વ પ્રકૃતિઓમાં વા અઘાતિકર્મોની પાપપ્રકૃતિઓમાં અલ્પકષાય હોય
તો અલ્પ અનુભાગ બંધાય છે. અને ઘણો કષાય હોય તો તેમાં ઘણો અનુભાગ બંધાય છે.
તથા (અઘાતિકર્મોની) પુણ્યપ્રકૃતિઓમાં અલ્પ કષાય હોય તો ઘણો અનુભાગ અને ઘણો
કષાય હોય તો થોડો અનુભાગ બંધાય છે. એ પ્રમાણે કષાયો વડે કર્મપ્રકૃતિઓના સ્થિતિ –
અનુભાગના ભેદો પડે છે, તેથી કષાયો વડે સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે એમ
જાણવું.
અહીં જેમ ઘણી મદિરા હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડી ઉન્મત્તતા ઉપજાવવાની
શક્તિ હોય તો તે મદિરા હીનપણાને જ પ્રાપ્ત છે. તથા થોડી પણ મદિરા હોય છતાં તેમાં
આયુકર્મ સિવાય સાતે કર્મોની
જઘન્ય અબાધા પોત પોતાની
જઘન્યસ્થિતિથી સંખ્યાતગુણી
અલ્પ હોય છે. તથા આયુ-
કર્મની જઘન્ય અબાધા
આવલીના અસંખ્યાતમા-
ભાગપ્રમાણ તથા કોઈ
આચાર્યના મતે એક અંતર્મુહૂર્ત
પણ હોય છે.
૧. આઠ મૂળ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ – જઘન્ય સ્થિતિબંધ અને અબાધાકાળનું કોષ્ટકઃ —
મૂળ પ્રકૃતિઓ ઉ. સ્થિતિબંધજ. સ્થિતિબંધ ઉ. અબાધાકાળ જ. અબાધાકાળ
૧. જ્ઞાનાવરણ ૩૦ કો.કો.સાગર૧ અંતર્મુહૂર્ત ૩ હજાર વર્ષ
૨. દર્શનાવરણ ૩૦ કો.કો.સાગર૧ અંતર્મુહૂર્ત ૩ હજાર વર્ષ
૩. વેદનીય૩૦ કો.કોસાગર૧૨ મુહૂર્ત૩ હજાર વર્ષ
૪. મોહનીય૭૦ કો.કો.સાગર૧ અંતર્મુહૂર્ત ૭ હજાર વર્ષ
૫. આયુ૩૩ સાગર૧ અંતર્મુહૂર્ત પૂર્વકોટીવર્ષત્રિભાગ
૬. નામ૨૦ કો.કો.સાગર૮ મુહૂર્ત૨ હજાર વર્ષ
૭. ગોત્ર૨૦ કો.કો.સાગર૮ મુહૂર્ત૨ હજાર વર્ષ
૮. અંતરાય૩૦ કો.કો.સાગર૧ અંતર્મુહૂર્ત ૩ હજાર વર્ષ
(શ્રી ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૧૨૭, ૧૩૯, ૧૫૬, ૧૫૭, ૧૫૮.) — અનુવાદક.
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૩૧