Moksha Marg Prakashak (Gujarati). Gyanahin Jadaparamanunu Yathayogya Prakrutiroop Parinaman.

< Previous Page   Next Page >


Page 22 of 370
PDF/HTML Page 50 of 398

 

background image
ઘણા કાળ સુધી ઘણી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા અધિકપણાને પ્રાપ્ત
છે, તેમ કર્મપ્રકૃતિઓના ઘણા પરમાણુ હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ
હોય તો તે કર્મપ્રકૃતિ હીનપણાને પ્રાપ્ત છે તથા કર્મપ્રકૃતિઓના થોડા પરમાણુઓ હોય છતાં
તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત છે.
માટે યોગવડે થયેલો પ્રકૃતિબંધ
પ્રદેશબંધ બળવાન નથી, પરંતુ કષાયો વડે કરેલો સ્થિતિબંધ
અનુભાગબંધ જ બળવાન છે. એટલા માટે મુખ્યપણે કષાય જ બંધનું કારણ જાણવું.
જેઓને બંધ ન કરવો હોય તેઓ કષાય ન કરે.
જ્ઞાનહીન જMપરમાણુનું યથાયોગ્ય પ્રકૃતિરુપ પરિણમન
પ્રશ્નઃપુદ્ગલ પરમાણુઓ તો જડ છે તેમને કંઈ જ્ઞાન નથી તો તે તેઓ
યથાયોગ્ય પ્રકૃતિરૂપ થઈ કેવી રીતે પરિણમે છે?
ઉત્તરઃજેમ ભૂખ લાગતાં મુખદ્વાર વડે ગ્રહણ કરેલો ભોજનરૂપ પુદ્ગલપિંડ માંસ,
શુક્ર અને રુધિરાદિ ધાતુરૂપ પરિણમે છે, એ ભોજનના પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ ધાતુરૂપ
થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા
કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે. વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય
નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે, હવે એમ થવામાં કાંઈ
ભોજનરૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘‘હું આમ પરિણમું’’
તથા અન્ય પણ કોઈ
પરિણમાવનારો નથી, પરંતુ એવો જ નિમિત્તનૈમિત્તિકભાવ બની રહ્યો છે જે વડે એ જ
પ્રમાણે પરિણમન થાય છે. તેમ કષાય થતાં યોગદ્વાર વડે ગ્રહણ કરેલો કર્મવર્ગણારૂપ પુદ્ગલપિંડ
જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપ પરિણમે છે. એ કર્મપરમાણુઓમાંથી યથાયોગ્ય કોઈ પ્રકૃતિરૂપ થોડા
વા કોઈ પ્રકૃતિરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ
રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે, એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની
ઘણી શક્તિ ધારે છે ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે, એમ થવામાં કોઈ કર્મવર્ગણારૂપ
પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘હું આમ પરિણમું’ તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ
નથી, પરંતુ એવો જ કેવલ નિમિત્ત
નૈમિત્તિકભાવ બની રહ્યો છે જે વડે એ જ પ્રકારે પરિણમન
થાય છે. લોકમાં પણ એવાં નિમિત્તનૈમિત્તિકભાવ ઘણાય બની રહ્યાં છેઃ જેમ મંત્રના
નિમિત્તથી જલાદિકમાં રોગ દૂર કરવાની શક્તિ હોય છે તથા કાંકરી વગેરેમાં સર્પાદિકને
રોકવાની શક્તિ હોય છે, તેમ જીવભાવના નિમિત્તવડે પુદ્ગલપરમાણુઓમાં જ્ઞાનાવરણાદિરૂપ
શક્તિ થાય છે. અહીં વિચારવડે પોતાના ઉદ્યમપૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી,
પણ તથારૂપ નિમિત્ત બનતાં સ્વયં તેવું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. એ
પ્રમાણે નવીન બંધ થવાનું વિધાન જાણવું.
૩૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક