Moksha Marg Prakashak (Gujarati). Karmoni Bandh, Uday, Sattaroop Avasthanu Parivartan Karmoni Udayroop Avastha.

< Previous Page   Next Page >


Page 23 of 370
PDF/HTML Page 51 of 398

 

background image
કર્મોની બંધા, ઉદય, સત્તારુપ અવસ્થાનું પરિવર્તન
હવે જે પરમાણુ કર્મરૂપ પરિણમ્યા છે તેનો જ્યાંસુધી ઉદયકાલ ન આવે ત્યાંસુધી તે
જીવના પ્રદેશોથી એકક્ષેત્રાવગાહરૂપ બંધાન રહે છે. ત્યાં જીવભાવના નિમિત્તથી કોઈ પ્રકૃતિઓની
અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરમાણુ હતા તે સંક્રમણરૂપ થઈ
અન્ય પ્રકૃતિના પરમાણુ થઈ જાય છે. વળી કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ ઘણો હતો
તેનું અપકર્ષણ થઈ થોડો થઈ જાય છે તથા કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ થોડો હતો
તેનું ઉત્કર્ષણ થઈ ઘણો થઈ જાય છે. એ પ્રમાણે પૂર્વે બાંધેલા પરમાણુઓની અવસ્થા પણ
જીવભાવનું નિમિત્ત પામીને પલટાય છે. નિમિત્ત ન બને તો ન પલટાય, જેમની તેમ રહે. એવી
રીતે સત્તારૂપ કર્મો રહે છે.
કર્મોની ઉદયરુપ અવસ્થા
વળી જ્યારે તે કર્મપ્રકૃતિઓનો ઉદયકાળ આવે ત્યારે તે પ્રકૃતિઓના અનુભાગ અનુસાર
સ્વયં કાર્ય બની જાય છે. પણ કર્મ તેના કાર્યને નિપજાવતું નથી, એનો ઉદયકાળ આવતાં તે
કાર્ય સ્વયં બની જાય છે. એટલો જ અહીં નિમિત્ત
નૈમિત્તિક સંબંધ જાણવો.
વળી જે સમયમાં ફળ નીપજ્યું તેના અનંતર સમયમાં એ કર્મરૂપ પુદ્ગલોની અનુભાગ
શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થાય છે, તે પુદ્ગલો અન્ય પર્યાયરૂપ પરિણમી
જાય છે. એનું જ નામ સવિપાકનિર્જરા છે. એ પ્રમાણે સમય સમય ઉદય થઈ કર્મો ખરી જાય
છે. કર્મપણું નાશ પામતાં તે પરમાણુ તે જ સ્કંધમાં રહો વા જુદા થઈ જાઓ, એનું કાંઈ પ્રયોજન
જ નથી.
વિશેષમાં અહીં એટલું જાણવું કેસંસારી જીવને સમયે સમયે અનંત પરમાણુ બંધાય
છે. ત્યાં એક સમયમાં બાંધેલા પરમાણુઓ અબાધાકાળ છોડી પોતાની સ્થિતિના જેટલા સમય
હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે એક
સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા એકઠા થઈ ઉદય આવે છે, તે સર્વ પરમાણુઓનો
અનુભાગ મળતાં જેટલો અનુભાગ થાય તેટલું ફળ તે કાળમાં નીપજે છે, વળી અનેક સમયોમાં
બાંધેલા પરમાણુ બંધસમયથી માંડી ઉદયસમય સુધી કર્મરૂપ અસ્તિત્વને ધારી જીવથી સંબંધરૂપ
રહે છે. એ પ્રમાણે કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા જાણવી. ત્યાં સમયે સમયે એક
સમયપ્રબદ્ધમાત્ર પરમાણુ બંધાય છે, એક સમયપ્રબદ્ધમાત્ર નિર્જરે છે તથા દોઢગુણહાનિવડે
ગુણિત સમયપ્રબદ્ધમાત્ર સદાકાળ સત્તામાં રહે છે. એ સર્વનું વિશેષ વર્ણન આગળ કર્મ
- અધિકારમાં લખીશું ત્યાંથી જાણવું.
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૩૩