અવસ્થાનુસાર જીવ પ્રવર્તે છે, તથા કોઈ વેળા જીવ અન્યથા ઇચ્છારૂપ પ્રવર્તે છે અને પુદ્ગલ
અન્યથા અવસ્થારૂપ પ્રવર્તે છે. એ પ્રમાણે નોકર્મની પ્રવૃત્તિ જાણવી.
✾ નિત્યનિગોદ અને £તરનિગોદ ✾
હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્યનિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે.
ત્યાં નિત્યનિગોદશરીરને ધરી આયુ પૂર્ણ થતાં મરી ફરી નિત્યનિગોદશરીરને ધારે છે. વળી પાછો
એ આયુ પૂર્ણ કરીને નિત્યનિગોદશરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત
જીવરાશિ છે, તે અનાદિ કાળથી ત્યાં જ જન્મ – મરણ કર્યા કરે છે. વળી ત્યાંથી છ મહિના અને
આઠ સમયમાં છસો આઠ જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ
પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય પર્યાયોમાં વા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય,
ચૌરેન્દ્રિયરૂપ પર્યાયોમાં વા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે
છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદપર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઇતરનિગોદ
કહે છે. ત્યાં કેટલોક કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ
કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પમાત્ર છે, બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય
સુધી ત્રસ જીવોમાં કંઈક અધિક બે હજાર સાગર છે અને ઇતરનિગોદમાં અઢીપુદ્ગલપરાવર્તન
માત્ર છે. એ પણ અનંત કાળ છે. વળી ઇતરનિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી
ફરી પાછો નિગોદમાં જાય – એમ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણકાળ અસંખ્યાત
પુદ્ગલપરાવર્તનમાત્ર છે અને જઘન્ય કાળ સર્વનો એક અંતર્મુહૂર્ત છે. એ પ્રમાણે જીવને ઘણું
તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ
કાકતાલીયન્યાયવત્ છે. એ પ્રમાણે આ જીવને અનાદિ કાળથી જ કર્મબંધનરૂપ રોગ થયો છે.
✾ કર્મબંધાનરુપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ ✾
હવે એ કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી જીવની કેવી કેવી અવસ્થાઓ થઈ રહી છે તે
અહીં કહીએ છીએ. પ્રથમ તો આ જીવનો સ્વભાવ ચૈતન્ય છે એટલે સર્વ દ્રવ્યોના સામાન્ય
– વિશેષ સ્વરૂપને પ્રકાશવાવાળો છે. જેવું એમનું સ્વરૂપ હોય તેવું પોતાને પ્રતિભાસે છે એનું
જ નામ ચૈતન્ય છે. ત્યાં સામાન્ય સ્વરૂપપ્રતિભાસનનું નામ દર્શન છે તથા વિશેષ
સ્વરૂપપ્રતિભાસનનું નામ જ્ઞાન છે. હવે એવા સ્વભાવવડે ત્રિકાલવર્તી સર્વગુણપર્યાયસહિત સર્વ
પદાર્થોને પ્રત્યક્ષ યુગપત્ સહાય વિના દેખી – જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે.
✾ જ્ઞાન – દર્શનાવરણકર્મોદયજન્ય અવસ્થા ✾
પરંતુ અનાદિ જ જ્ઞાનાવરણ – દર્શનાવરણનો સંબંધ છે, જેના નિમિત્તથી એ શક્તિનું
વ્યક્તપણું થતું નથી, એ કર્મોના ક્ષયોપશમથી કિંચિત્ મતિજ્ઞાન વા શ્રુતજ્ઞાન વર્તે છે, તથા કોઈ
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૩૫