વેળા અવધિજ્ઞાન પણ હોય છે. વળી કોઈ વેળા અચક્ષુદર્શન હોય છે તો કોઈ વેળા ચક્ષુદર્શન
વા અવધિદર્શન પણ હોય છે. હવે એની પણ પ્રવૃત્તિ કેવી રીતે હોય છે તે અહીં દર્શાવીએ છીએ.
✾ મતિ, શ્રુત અને અવધિાજ્ઞાનની પરાધાીન પ્રવૃત્તિ ✾
પ્રથમ તો મતિજ્ઞાન છે તે શરીરના અંગભૂત જે જીભ, નાસિકા, નેત્ર, કાન અને સ્પર્શન
એ પાંચ દ્રવ્યઇન્દ્રિય તથા હૃદયસ્થાનમાં આઠ પાંખડીના ફૂલ્યા કમળના આકારવાળું દ્રવ્યમન —
એની સહાયતાવડે જ જાણે છે. જેમ મંદદ્રષ્ટિવાળો મનુષ્ય પોતાના નેત્રવડે જ દેખે છે, પરંતુ ચશ્મા
લગાવવાથી જ દેખે પણ ચશ્મા વિના દેખી શકતો નથી. તેમ આત્માનું જ્ઞાન મંદ છે, હવે તે પોતાના
જ્ઞાનવડે જ જાણે છે, પરંતુ દ્રવ્યઇન્દ્રિય વા મનનો સંબંધ થતાં જ જાણે છે, એ વિના નહિ.
વળી નેત્ર તો જેવાં ને તેવાં જ હોય, પરંતુ ચશ્માની અંદર કોઈ દોષ હોય તો દેખી
શકે નહિ, થોડું દેખે વા અન્યથા દેખે. તેમ ક્ષયોપશમ તો જેવો ને તેવો હોય, પરંતુ દ્રવ્યઇન્દ્રિય
વા મનના પરમાણુ અન્યથા પરિણમ્યા હોય તો તે જાણી શકે નહિ, થોડું જાણે વા અન્યથા
જાણે. કારણ દ્રવ્યઇન્દ્રિય વા મનરૂપ પરમાણુઓના પરિણમનને તથા મતિજ્ઞાનને નિમિત્ત – નૈમિત્તિક
સંબંધ છે. તેથી તેના પરિણમન અનુસાર જ્ઞાનનું પરિણમન થાય છે. તેનું દ્રષ્ટાંતઃ — જેમ
મનુષ્યાદિકને બાલ – વૃદ્ધ અવસ્થામાં જો દ્રવ્યઇન્દ્રિય વા મન શિથિલ હોય તો જાણપણું શિથિલ
હોય છે. વળી જેમ શીતવાયુ આદિના નિમિત્તથી સ્પર્શનાદિ ઇન્દ્રિયોના વા મનના પરમાણુ અન્યથા
હોય તો જાણપણું ન થાય, થોડું થાય વા અન્યથા પણ થાય.
વળી એ જ્ઞાનને તથા બાહ્ય દ્રવ્યોને પણ નિમિત્ત – નૈમિત્તિક સંબંધ હોય છે. તેનું
દ્રષ્ટાંતઃ — જેમ નેત્રઇન્દ્રિયને અંધકારના પરમાણુ અથવા ફૂલા આદિના પરમાણુ વા પાષાણાદિના
પરમાણુ આડા આવી જાય તો દેખી શકે નહિ, લાલ કાચ આડો આવે તો બધું લાલ દેખાય
તથા લીલો કાચ આડો આવે તો લીલું દેખાય. એ પ્રમાણે અન્યથા જાણવું થાય છે. વળી દૂરબીન
– ચશ્મા વગેરે આડાં આવે તો ઘણું દેખાવા લાગે; તથા પ્રકાશ, જળ અને કાચ આદિના પરમાણુ
આડા આવે તોપણ જેવું છે તેવું ન દેખાય. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો તથા મનનું પણ યથાસંભવ
જાણવું. વળી મન્ત્રાદિકના પ્રયોગથી, મદિરા – પાનાદિકથી વા ભૂતાદિકના નિમિત્તથી ન જાણવું,
થોડું જાણવું, વા અન્યથા જાણવું બને છે. એ પ્રમાણે આ જ્ઞાન બાહ્ય દ્રવ્યને પણ આધીન
છે એમ સમજવું.
વળી એ જ્ઞાનવડે જે જાણવું થાય છે તે અસ્પષ્ટ જાણવું થાય છે. જેમ દૂરથી કેવું જાણે,
નજીકથી કેવું જાણે, તત્કાલ કેવું જાણે, ઘણા વખતે કેવું જાણે, કોઈ પદાર્થ સંશયરૂપ જાણે, કોઈને
અન્યથા પ્રકારે જાણે તથા કોઈને કિંચિત્માત્ર જાણે, ઇત્યાદિ પ્રકારે નિર્મળ જાણવાનું બનતું નથી,
એમ એ મતિજ્ઞાન પરાધીનતાપૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે. ત્યાં ઇન્દ્રિયોવડે તો જેટલા
૩૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક