ક્ષેત્રનો વિષય હોય તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થૂલ પોતાને જાણવા યોગ્ય પુદ્ગલસ્કંધ હોય તેને
જ જાણે છે.૧ તેમાં પણ જુદી જુદી ઇન્દ્રિયોવડે જુદા જુદા કાળમાં કોઈક સ્કંધના સ્પર્શાદિકનું
જાણવું થાય છે. વળી મનવડે પોતાને જાણવા યોગ્ય કિંચિત્માત્ર ત્રિકાલ સંબંધી દૂર વા
સમીપક્ષેત્રવર્તી રૂપી – અરૂપી દ્રવ્ય વા પર્યાયને અત્યંત સ્પષ્ટ જાણે છે. તે પણ ઇન્દ્રિયોવડે જેનું
જ્ઞાન થયું હોય વા અનુમાનાદિક જેનું કર્યું હોય તેને જ જાણી શકે. કદાચિત્ પોતાની કલ્પનાવડે
અસત્ને જાણે. જેમ સ્વપ્નમાં વા જાગૃતિમાં પણ જે કદાચિત્ ક્યાંય પણ ન હોય એવા આકારાદિક
ચિંતવે છે વા જેવા નથી તેવા માને છે — એ પ્રમાણે મનવડે જાણવું થાય છે. એ ઇન્દ્રિયો તથા
મનદ્વારા જે જ્ઞાન થાય છે તેનું નામ મતિજ્ઞાન છે. ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને
વનસ્પતિરૂપ એકેન્દ્રિયોને સ્પર્શનું જ જ્ઞાન છે. ઇયળ, શંખ આદિ બેઇન્દ્રિય જીવોને સ્પર્શ અને
રસનું જ્ઞાન છે. કીડી, મકોડા આદિ તેઇન્દ્રિય જીવોને સ્પર્શ, રસ અને ગંધનું જ્ઞાન છે. ભમરો,
માખી અને પતંગાદિક ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનું જ્ઞાન છે. તથા મચ્છ,
ગાય, કબૂતર આદિ તિર્યંચ તથા મનુષ્ય, દેવ, નારકી આદિ પંચેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ,
વર્ણ અને શબ્દનું જ્ઞાન છે. વળી તિર્યંચોમાં કોઈ સંજ્ઞી છે તથા કોઈ અસંજ્ઞી છે. તેમાં સંજ્ઞીઓને
તો મનજનિત જ્ઞાન હોય છે પણ અસંજ્ઞીઓને નહિ. તથા મનુષ્ય, દેવ અને નારકી જીવો સંજ્ઞી
જ છે તે સર્વને મનજનિત જ્ઞાન હોય છે. એ પ્રમાણે મતિજ્ઞાનની પ્રવૃત્તિ જાણવી.
✾ શ્રુતજ્ઞાનની પરાધાીન પ્રવૃત્તિ ✾
વળી મતિજ્ઞાન વડે જે અર્થને જાણ્યો હોય તેના સંબંધથી અન્ય અર્થને જે વડે જાણીએ
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૩૭
૧. પાંચે ઇન્દ્રિયોના ઉત્કૃષ્ટ વિષયના જ્ઞાનનું તથા તેની આકૃતિનું યંત્ર.(ગોમ્મટસાર, જીવ. ગાથા ૧૭૦ – ૧૭૧)
ઇન્દ્રિયોનાંએકેન્દ્રિયદ્વીન્દ્રિયત્રીન્દ્રિયચતુરિન્દ્રિયઅસંજ્ઞિપંચેન્દ્રિયસંજ્ઞિપંચેન્દ્રિયપ્રત્યેકની
નામધનુષધનુષ યોજન ધનુષયોજન ધનુષયોજનઆકૃતિ
સ્પર્શન૪૦૦૮૦૦૧૬૦૦૦ ૩૨૦૦૦ ૬૪૦૦૯અનેક પ્રકારની
રસના૦૬૪૧૨૮૦૨૫૬૦૫૧૨૯ખુરપા જેવી
ઘ્રાણ૦૧૦૦૦૨૦૦૦૪૦૦૯કદંબના ફૂલ જેવી
ચક્ષુ૦૨૯૫૪ ૦૫૯૦૮ ૦૪૭૨૬૩ ૭/૨૦મસૂરની દાળ જેવી
શ્રોત્ર૦૦ ૮૦૦૦૧૨જવની નાલી જેવી.
નોટઃ — અયોધ્યાનો ચક્રવર્તી આભ્યંતર પરિધિમાં આવેલા સૂર્યના વિમાનને ૪૭૨૬૩ ૭/૨૦ યોજન દૂરથી
જોઈ શકે છે. તેથી ચક્ષુ ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ વિષય તેટલો છે. ઉપર પ્રમાણે ઇન્દ્રિયવિષયોનું જ્ઞાન મર્યાદિત હોવાથી
તે મહાપરાધીન છે. ઉપર પ્રમાણે જ પ્રત્યેક ઇન્દ્રિયની વિષય જાણવાની લબ્ધિની પ્રગટતા ઉત્કૃષ્ટપણે હોય છે.
ઇન્દ્ર જે આત્મા તેને જાણવાનું જે ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા ઇન્દ્ર જે કર્મ તેમાંથી નીપજેલી – દીધેલી તે ઇન્દ્રિય
છે. ઉપરની મર્યાદાથી અધિક જાણવાની આત્માની ગમે તેટલી ઇચ્છા હોય તોપણ તેથી અધિક ઇન્દ્રિયદ્વારા તે
જાણી શકતો નથી. તેથી જ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પરાધીન અને કુંઠિત છે. — અનુવાદક.