✾ જ્ઞાન – દર્શનોપયોગાદિની પ્રવૃત્તિ ✾
ઉપર પ્રમાણે જ્ઞાન – દર્શનનો સદ્ભાવ જ્ઞાનાવરણ – દર્શનાવરણના ક્ષયોપશમ અનુસાર હોય
છે. જ્યારે ક્ષયોપશમ થોડો હોય ત્યારે જ્ઞાન – દર્શનની શક્તિ પણ થોડી હોય છે. તથા જ્યારે
ઘણો હોય ત્યારે ઘણી હોય છે. વળી ક્ષયોપશમથી શક્તિ તો એવી બની રહે પણ પરિણમન
દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું વા જાણવું થાય છે, એ પરિણમનનું
નામ જ ઉપયોગ છે. હવે એક જીવને એક કાળમાં કાં તો જ્ઞાનોપયોગ હોય છે વા દર્શનોપયોગ
હોય છે. વળી એક ઉપયોગની પણ એક જ ભેદરૂપ પ્રવૃત્તિ હોય છે. જેમ મતિજ્ઞાન હોય ત્યારે
અન્ય જ્ઞાન ન હોય. વળી એક ભેદમાં પણ કોઈ એક વિષયમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ સ્પર્શને
જાણતો હોય તે વેળા રસાદિકને ન જાણે. વળી એક વિષયમાં પણ તેના કોઈ એક અંગમાં જ
પ્રવૃત્તિ હોય છે. જેમ ઊષ્ણ સ્પર્શને જાણતો હોય તે વેળા રુક્ષાદિને ન જ જાણે. એ પ્રમાણે
એક જીવને એક કાળમાં કોઈ એક જ્ઞેય વા દ્રશ્યમાં જ્ઞાન વા દર્શનનું પરિણમન હોય છે. એમ
જ જોવામાં આવે છે. — જ્યારે સાંભળવામાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે નેત્રની સમીપ રહેલો
પદાર્થ પણ દેખાતો નથી. એ જ પ્રમાણે અન્ય પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે.
વળી એ પરિણમનમાં શીઘ્રતા ઘણી છે તેથી કોઈ વેળા એવું માની લે છે કે – અનેક
વિષયોનું યુગપત્ જાણવું – દેખવું પણ થાય છે, પણ તે યુગપત્ પણ થતું નથી, ક્રમપૂર્વક જ થાય
છે. સંસ્કારબળથી તેનું સાધન રહે છે. જેમ કાગડાના નેત્રમાં બે ગોલક છે પણ પૂતળી એક
છે. એ એટલી બધી શીઘ્ર ફરે છે કે જે વડે તે બંને ગોલકનું સાધન કરે છે. તે જ પ્રમાણે
આ જીવને દ્વાર તો અનેક છે અને ઉપયોગ એક છે, પણ એ એટલો બધો શીઘ્ર ફરે છે જે
વડે સર્વ દ્વારોનું સાધન રહે છે.
પ્રશ્નઃ — જો એક કાળમાં એક જ વિષયનું જાણવું – દેખવું થાય છે તો ક્ષયોપશમ
પણ એટલો જ થયો કહો, ઘણો શા માટે કહો છો? વળી તમે કહો છો કે ક્ષયોપશમથી
શક્તિ હોય છે, પણ શક્તિ તો આત્મામાં કેવળજ્ઞાન{દર્શનની હોય છે.
ઉત્તરઃ — જેમ કોઈ પુરુષને ઘણા ગામોમાં ગમન કરવાની શક્તિ તો છે, પણ તેને
કોઈએ રોક્યો અને કહ્યું કે – આ પાંચ ગામોમાં જ જાઓ અને તે પણ એક દિવસમાં કોઈ એક
જ ગામમાં જાઓ. હવે તે પુરુષમાં દ્રવ્ય અપેક્ષાએ ઘણા ગામોમાં જવાની શક્તિ તો છે, અન્ય
કાળમાં તેનું સામર્થ્ય થશે, પણ તે વર્તમાન સામર્થ્યરૂપ નથી. વર્તમાનમાં તો પાંચ ગામોથી અધિક
ગામોમાં તે ગમન કરી શકતો નથી. વળી પાંચ ગામોમાં જવાની સામર્થ્યરૂપ શક્તિ વર્તમાનમાં
પર્યાય અપેક્ષાએ છે. તેથી તે તેટલામાં જ ગમન કરી શકે છે. અને ગમન કરવાની વ્યક્તતા
એક દિવસમાં એક ગામની જ હોય છે. તેમ આ જીવમાં સર્વને દેખવા – જાણવાની શક્તિ તો
છે, પણ તેને કર્મોએ રોક્યો, અને ક્ષયોપશમ એટલો જ થયો કે – સ્પર્શાદિક વિષયોને જાણો વા
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૩૯