દેખો, પરંતુ એક કાળમાં કોઈ એકને જ જાણો વા દેખો. હવે દ્રવ્ય અપેક્ષાએ એ જીવમાં સર્વને
દેખવા – જાણવાની શક્તિ તો છે પણ તે અન્ય કાળમાં સામર્થ્યરૂપ થશે. વર્તમાનમાં સામર્થ્યરૂપ
નથી, તેથી તે પોતાને યોગ્ય વિષયોથી અધિક વિષયોને દેખી – જાણી શકતો નથી. વળી પોતાના
યોગ્ય વિષયોને દેખવા – જાણવાની પર્યાય અપેક્ષા વર્તમાન સામર્થ્યરૂપ શક્તિ છે તેથી તેને દેખી –
જાણી શકે છે. પરંતુ વ્યક્તતા એક કાળમાં કોઈ એકને જ દેખવા – જાણવાની હોય છે.
પ્રશ્નઃ — એ તો જાણ્યું, પરંતુ ક્ષયોપશમ તો હોય છતાં બાહ્ય ઇંદ્રિયાદિકને
અન્યથા નિમિત્ત મળતાં દેખવું – જાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય છે, હવે
એમ થતાં કર્મનું જ નિમિત્ત તો ન રહ્યું?
ઉત્તરઃ — જેમ રોકવાવાળાએ એમ કહ્યું કે – પાંચ ગામોમાંથી એક દિવસમાં કોઈ એક
જ ગામમાં જાઓ અને તે પણ આ ચાકરોને સાથે લઈને જાઓ. હવે એ ચાકર અન્યથા પરિણમે
તો જવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. તેમ કર્મનો એવો જ ક્ષયોપશમ થયો છે કે –
આટલા વિષયોમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખો વા જાણો. અને તે પણ આટલાં બાહ્ય
દ્રવ્યોનું નિમિત્ત થતાં જ દેખો વા જાણો. હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવું –
જાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. એ પ્રમાણે આ કર્મના ક્ષયોપશમના જ વિશેષ
છે, માટે ત્યાં કર્મોનું જ નિમિત્ત જાણવું. જેમ કોઈને અંધકારના પરમાણુ આડાં આવતાં દેખવું
થાય નહિ, પરંતુ ઘુવડ અને બિલાડાં આદિ પ્રાણીઓને આડાં આવવા છતાં પણ દેખવાનું બને
છે; એ પ્રમાણે આ ક્ષયોપશમની જ વિશેષતા છે. અર્થાત્ જેવો જેવો ક્ષયોપશમ હોય તેવું તેવું
જ દેખવું – જાણવું થાય છે. એ પ્રમાણે આ જીવને ક્ષયોપશમજ્ઞાનની પ્રવૃત્તિ હોય છે.
વળી મોક્ષમાર્ગમાં અવધિ – મનઃપર્યયજ્ઞાન હોય છે તે પણ ક્ષયોપશમજ્ઞાન જ છે. તેને
પણ એ જ પ્રમાણે એક કાળમાં કોઈ એકને પ્રતિભાસવારૂપ વા પરદ્રવ્યનું આધીનપણું જાણવું.
વળી જે વિશેષતા છે તે વિશેષ જાણવી. એ પ્રમાણે જ્ઞાનાવરણ – દર્શનાવરણના ઉદયના નિમિત્તથી
જ્ઞાન – દર્શનના ઘણા અંશોનો તો અભાવ હોય છે તથા તેના ક્ષયોપશમથી થોડા અંશોનો સદ્ભાવ
હોય છે.
✾ મિથ્યાત્વરુપ જીવની અવસ્થા ✾
વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કષાયભાવ થાય છે. ત્યાં દર્શનમોહના
ઉદયથી મિથ્યાત્વભાવ થાય છે, જેથી આ જીવ અન્યથા પ્રતીતિરૂપ અતત્ત્વશ્રદ્ધાન કરે છે. જેમ
છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ
ગુણોનો ધારક અનાદિનિધન વસ્તુ પોતે છે, તથા મૂર્તિક પુદ્ગલદ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિરહિત
નવીન જ જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પુદ્ગલ કે જે પોતાનાથી પર છે — એના
સંયોગરૂપ નાના પ્રકાર મનુષ્ય – તિર્યંચાદિ પર્યાયો હોય છે તે પર્યાયોમાં આ મૂઢ જીવ અહંબુદ્ધિ
૪૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક