Moksha Marg Prakashak (Gujarati). Charitramoharoop Jivani Avastha.

< Previous Page   Next Page >


Page 31 of 370
PDF/HTML Page 59 of 398

 

background image
ધારી રહ્યો છે, સ્વપરનો ભેદ કરી શકતો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને
છે; તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે
તે પોતાને કર્મનિમિત્તથી ઔપાધિકભાવ છે, વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ
પુદ્ગલના ગુણો છે, શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુઓનું પલટાવું નાના પ્રકારરૂપ થયા
કરે છે એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે.
સ્વભાવ
પરભાવનો વિવેક થઈ શકતો નથી.
વળી મનુષ્યાદિ પર્યાયોમાં પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન ધનકુટુંબાદિકનો સંબંધ થાય છે;
અને તે પોતાને આધીન પરિણમતા નથી તોપણ તેમાં આ જીવ મમકાર કરે છે કે ‘‘આ બધાં
મારાં છે’’ પણ એ કોઈ પણ પ્રકારથી પોતાનાં થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જ તેને પોતાનાં
માને છે. વળી મનુષ્યાદિ પર્યાયોમાં કોઈ વેળા દેવાદિ અને તત્ત્વોનું જે અન્યથા સ્વરૂપ કલ્પિત
કર્યું તેની તો પ્રતીતિ કરે છે, પણ જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું પ્રતીત કરતો નથી. એ પ્રકારે
દર્શનમોહના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાભાવ થાય છે. તેમાં જ્યારે તેનો તીવ્ર ઉદય
હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી ઘણું વિપરીત શ્રદ્ધાન થાય છે તથા જ્યારે મંદ ઉદય હોય છે
ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી થોડું વિપરીત શ્રદ્ધાન થાય.
ચારિત્રમોહરુપ જીવની અવસ્થા
ચારિત્રમોહના ઉદયથી આ જીવને કષાયભાવ થાય છે ત્યારે પોતે દેખતોજાણતો છતાં
પણ પરપદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટપણું માની ક્રોધાદિ કરે છે.
ક્રોધનો ઉદય થતાં પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી તેનું બૂરું થવું ઇચ્છે છે. કોઈ મકાન
આદિ અચેતન પદાર્થ બૂરાં લાગતાં તેને તોડવાફોડવા આદિ રૂપથી તેનું બૂરું ઇચ્છે છે તથા
કોઈ શત્રુ આદિ સચેતન પદાર્થો બૂરા લાગે ત્યારે તેને વધબંધનાદિ વા પ્રહારાદિવડે દુઃખ
ઉપજાવી તેનું બૂરું કરવા ઇચ્છે છે. વળી પોતે વા અન્ય ચેતનઅચેતન પદાર્થ કોઈ પ્રકારે
પરિણમતા હોય અને પોતાને તે પરિણમન બૂરું લાગે તો તેને અન્ય પ્રકારે પરિણમાવવા વડે
કરીને તે પરિણમનનું બૂરું ઇચ્છે છે. એ પ્રમાણે ક્રોધથી બૂરું થવાની ઇચ્છા તો કરે, પણ બૂરું
થવું તે
ભવિતવ્યઆધીન છે.
માનનો ઉદય થતાં અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું માની તેને નીચો પાડવા અને પોતે
ઊંચો થવા ઇચ્છે છે. મળ, ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા વા નિરાદરાદિવડે તેની હીનતા
તથા પોતાની ઉચ્ચતા ઇચ્છે છે. તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા
વા પોતાને આધીન કરવા ઇચ્છે છે. ઇત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઉચ્ચતા સ્થાપન
કરવા ઇચ્છે છે. લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગારાદિ કરે વા ધન ખર્ચે. બીજો કોઈ
પોતાનાથી ઉચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે તથા પોતે નીચ કાર્ય
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૪૧