કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે. એ પ્રમાણે માનવડે પોતાની મહંતતાની ઇચ્છા તો ઘણી
કરે, પણ મહંતતા થવી ભવિતવ્યઆધીન છે.
માયા કષાયનો ઉદય થતાં કોઈ પદાર્થને ઇષ્ટ માની તેને અર્થે નાના પ્રકારરૂપ – છળ પ્રપંચ
વડે તેની સિદ્ધિ કરવા ઇચ્છે છે. રત્ન – સુવર્ણાદિ અચેતન પદાર્થોની વા સ્ત્રી, દાસી, દાસાદિ
સચેતન પદાર્થોની સિદ્ધિ અર્થે અનેક છળ કરે. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી
અવસ્થાઓ કરે વા બીજા ચેતન – અચેતન પદાર્થોની અવસ્થાઓ પલટાવે. ઇત્યાદિ છળ વડે
પોતાનો અભિપ્રાય સિદ્ધ કરવા ઇચ્છે છે. એ પ્રમાણે માયા વડે ઇષ્ટસિદ્ધિ અર્થે નાના પ્રકારના
છળ તો કરે છતાં ઇષ્ટસિદ્ધિ થવી ભવિતવ્યઆધીન છે.
લોભ કષાયનો ઉદય થતાં અન્ય પદાર્થોને ઇષ્ટ માની તેની પ્રાપ્તિ કરવા ઇચ્છે. વસ્ત્ર,
આભરણ, ધન, ધાન્યાદિ અચેતન પદાર્થો તથા સ્ત્રી – પુત્રાદિ સચેતન પદાર્થોની તૃષ્ણા થાય છે.
વળી પોતાનું વા અન્ય સચેતન – અચેતન પદાર્થોનું કોઈ પરિણમન હોવું ઇષ્ટરૂપ માની તેને તે
પ્રકારના પરિણમનરૂપ પરિણમાવવા ઇચ્છે. એ પ્રમાણે લોભથી ઇષ્ટપ્રાપ્તિની ઇચ્છા તો ઘણી કરે,
પરંતુ ઇષ્ટપ્રાપ્તિ થવી ભવિતવ્યઆધીન છે.
એ પ્રમાણે ક્રોધાદિના ઉદયથી આત્મા પરિણમે છે. ત્યાં એ કષાય ચાર – ચાર પ્રકારના
છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન.
જે કષાયના ઉદયથી આત્માને સમ્યક્ત્વ અને સ્વરૂપાચરણચારિત્ર ન થઈ શકે તે
અનંતાનુબંધી કષાય છે.
જે કષાયના ઉદયથી આત્માને દેશચરિત્ર ન પ્રાપ્ત થાય, તથા જેથી કિંચિત્ પણ ત્યાગ
ન થઈ શકે તે અપ્રત્યાખ્યાનાવરણ કષાય છે.
જે કષાયના ઉદયથી સકળચારિત્ર ન હોય, જેથી સર્વત્યાગ ન બની શકે તે
પ્રત્યાખ્યાનાવરણ કષાય છે.
જે કષાયના ઉદયથી સકળચારિત્રમાં દોષ ઊપજ્યા કરે, જેથી યથાખ્યાતચારિત્ર ન થઈ
શકે તે સંજ્વલન કષાય છે.
હવે અનાદિ સંસારઅવસ્થામાં એ ચારે કષાયોનો નિરંતર ઉદય હોય છે. પરમ
કૃષ્ણલેશ્યારૂપ તીવ્ર કષાય હોય ત્યાં પણ તથા શુક્લલેશ્યારૂપ મંદ કષાય હોય ત્યાં પણ નિરંતર
એ ચારે કષાયોનો ઉદય રહે છે, કારણ કે તીવ્ર – મંદતાની અપેક્ષાએ એ અનંતાનુબંધી આદિ ભેદ
નથી, પણ સમ્યક્ત્વાદિ ઘાતવાની અપેક્ષાએ એ ભેદ છે. એ કષાયની પ્રકૃતિઓનો તીવ્ર અનુભાગ
ઉદય થતાં તીવ્ર ક્રોધાદિ થાય છે તથા મંદ અનુભાગ ઉદય થતાં મંદ ક્રોધાદિ થાય છે. મોક્ષમાર્ગ
પ્રાપ્ત થતાં એ ચારમાંથી ત્રણ, બે અને એકનો ઉદય રહી અનુક્રમે ચારેનો અભાવ થાય છે.
૪૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
6