વળી એ ક્રોધાદિ ચાર કષાયમાંથી એક કાળમાં કોઈ એક જ કષાયનો ઉદય હોય છે.
એ કષાયોમાં પણ એકબીજામાં પરસ્પર કારણ – કાર્યપણું વર્તે છે. કોઈ વેળા ક્રોધથી માનાદિ થઈ
જાય છે, કોઈ વેળા માનથી ક્રોધાદિ થઈ જાય છે; તેથી પરસ્પર એ કષાયોમાં કોઈ વેળા ભિન્નતા
ભાસે છે તથા કોઈ વેળા ભિન્નતા ભાસતી નથી એ પ્રમાણે કષાયરૂપ પરિણમન થાય છે.
વળી ચારિત્રમોહના ઉદયથી નોકષાય થાય છે. હાસ્યના ઉદયથી કોઈ ઠેકાણે ઇષ્ટપણું માની
પ્રફુલ્લિત થાય છે – હર્ષ માને છે, રતિના ઉદયથી કોઈને ઇષ્ટ માની તેનાથી પ્રીતિ કરે છે – ત્યાં
આસક્ત થાય છે, અરતિના ઉદયથી કોઈને અનિષ્ટ માની અપ્રીતિ કરે છે – ત્યાં ઉદ્વેગરૂપ થાય
છે, શોકના ઉદયથી કોઈમાં અનિષ્ટપણું માની દિલગીર થાય છે – ખેદ માને છે, ભયના ઉદયથી
કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છે – તેનો સંયોગ ઇચ્છતો નથી, જુગુપ્સાના ઉદયથી કોઈ પદાર્થને
અનિષ્ટ માની તેની ઘૃણા – તિરસ્કાર કરે છે – તેનો વિયોગ થવો ઇચ્છે છે, એમ હાસ્યાદિ છ જાણવા.
તથા વેદના ઉદયથી તેને કામપરિણામ થાય છે, ત્યાં સ્ત્રીવેદના ઉદયથી પુરુષ સાથે રમવાની ઇચ્છા
થાય છે, પુરુષવેદના ઉદયથી સ્ત્રી સાથે રમવાની ઇચ્છા થાય છે અને નપુંસકવેદના ઉદયથી
એકસાથે બંનેની સાથે રમવાની ઇચ્છા થાય છે. એ પ્રમાણે એ નવ નોકષાય છે. ક્રોધાદિ જેવા
એ બળવાન નથી તેથી તેને ઇષત્કષાય અર્થાત્ નોકષાય કહેવામાં આવે છે. અહીં ‘‘નો’’ શબ્દ
ઇષત્વાચક જાણવો. એ નોકષાયનો ઉદય ક્રોધાદિકની સાથે યથાસંભવ હોય છે.
એ પ્રમાણે ઉપર કહેલા દર્શન તથા ચારિત્રમોહના ઉદયથી મિથ્યાત્વભાવ તથા કષાયભાવ
થાય છે. એ જ સંસારનાં મૂળ કારણ છે. વળી વર્તમાનકાળે પણ જીવ એનાથી જ દુઃખી થાય
છે, તથા ભાવી સંસારના કારણરૂપ કર્મબંધનનું મૂળ કારણ પણ એ જ છે. એનું જ બીજું નામ
મોહ તથા રાગ – દ્વેષ છે. ત્યાં મિથ્યાત્વનું નામ મોહ છે, કારણ કે ત્યાં આત્મસાવધાનતાનો અભાવ
હોય છે. વળી માયા – લોભ એ બે કષાય તથા હાસ્ય, રતિ અને ત્રણે પ્રકારના વેદ એ બધાનું
નામ રાગ છે, કારણ કે ત્યાં ઇષ્ટબુદ્ધિ થઈ અનુરાગ પ્રવર્તે છે. તથા ક્રોધ – માન એ બે કષાય
અને અરતિ, શોક, ભય, જુગુપ્સા એ બધાનું નામ દ્વેષ છે, કારણ કે ત્યાં અનિષ્ટબુદ્ધિ થઈ દ્વેષ
વર્તે છે. સામાન્યપણે એ રાગ – દ્વેષ અને મોહ એ બધાનું નામ મોહ છે, કારણ કે એ બધાયમાં
સર્વત્ર અસાવધાનતા જ હોય છે.
✾ અંતરાયકર્મોદયજન્ય અવસ્થા ✾
અંતરાયકર્મના ઉદયથી જીવ ઇચ્છે છે તે થતું નથી. દાન આપવા ઇચ્છે પણ આપી શકે
નહિ, વસ્તુની પ્રાપ્તિ ઇચ્છે પણ થાય નહિ, ભોગ ભોગવવા ઇચ્છે પણ ભોગવી શકે નહિ,
ઉપભોગ લેવા ઇચ્છે પણ લેવાય નહિ, અને પોતાની જ્ઞાનાદિ શક્તિને પ્રગટ કરવા ઇચ્છે પણ
તે પ્રગટ થઈ શકે નહિ. એ પ્રમાણે અંતરાયના ઉદયથી પોતે જે ઇચ્છે તે થતું નથી. તથા એના
ક્ષયોપશમથી કિંચિત્માત્ર ઇચ્છેલું પણ પ્રાપ્ત થાય છે. ઇચ્છા તો ઘણી જ છે, પરંતુ એ ઇચ્છેલું
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૪૩