પણ કિંચિત્માત્ર મળે છે. ઘણું દાન દેવા ઇચ્છે છે પણ થોડું જ દઈ શકે, ઘણો લાભ ઇચ્છે
પણ થોડો જ લાભ થાય. જ્ઞાનાદિક શક્તિ પ્રગટ થાય છે ત્યાં પણ અનેક બાહ્ય કારણોની જરૂર
પડે છે. એ પ્રમાણે ઘાતિ કર્મોના ઉદયથી આત્માની અવસ્થા થાય છે.
✾ વેદનીયકર્મોદયજન્ય અવસ્થા ✾
અઘાતિ કર્મોમાં વેદનીયકર્મના ઉદયથી શરીરમાં બાહ્ય સુખ – દુઃખનાં કારણો નીપજે છે.
શરીરમાં અરોગીપણું, રોગીપણું, શક્તિવાનપણું, દુર્બળપણું ઇત્યાદિ તથા ક્ષુધા, તૃષા, રોગ, ખેદ,
પીડા ઇત્યાદિ સુખ – દુઃખનાં કારણો મળી આવે છે. શરીરથી બહાર પણ મનગમતાં ૠતુ
– પવનાદિક વા ઇષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ તથા અણગમતાં ૠતુ – પવનાદિક વા અનિષ્ટ સ્ત્રી,
પુત્ર, શત્રુ, દારિદ્ર્ય, વધ, બંધનાદિક સુખ – દુઃખનાં કારણો મળી આવે છે. એ બાહ્યકારણો કહ્યાં
તેમાં કોઈ કારણ તો એવાં છે કે જેના નિમિત્તથી શરીરની અવસ્થા જ સુખ – દુઃખનું કારણ હોય
છે, અને એ જ સુખ – દુઃખનું કારણ થાય છે. વળી કોઈ કારણ એવાં છે કે પોતે જ સુખ
– દુઃખનું કારણ થાય છે. એ પ્રમણે કારણોનું મળવું વેદનીયકર્મના ઉદયથી થાય છે. ત્યાં
સાતાવેદનીયના ઉદયથી સુખનાં કારણો મળી આવે છે તથા અસાતાવેદનીયના ઉદયથી દુઃખનાં
કારણો મળી આવે છે. અહીં એમ સમજવા યોગ્ય છે કે – એ કારણો જ કાંઈ સુખ – દુઃખ ઉપજાવતાં
નથી, પણ મોહકર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ – દુઃખ માને છે. વેદનીયકર્મના ઉદયને અને
મોહનીયકર્મના ઉદયને એવો જ સંબંધ છે કે જ્યારે સાતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે ત્યારે
તો સુખ માનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે તથા જ્યારે અસાતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે
ત્યારે દુઃખ માનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે. વળી તે જ કારણ કોઈને સુખનું તથા કોઈને
દુઃખનું કારણ થાય છે. જેમ કોઈને સાતાવેદનીયના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ થાય
છે તેવું વસ્ત્ર કોઈને અસાતાવેદનીયના ઉદયથી મળતાં દુઃખનું કારણ થાય છે. માટે બાહ્ય વસ્તુ
તો સુખ – દુઃખનું નિમિત્ત માત્ર છે. સુખ
– દુઃખ થાય છે તે મોહના નિમિત્તથી થાય છે. નિર્મોહી
મુનિજનોને અનેક ૠદ્ધિ આદિ તથા પરિષહ આદિ કારણો મળવા છતાં પણ સુખ – દુઃખ ઊપજતું
નથી, તથા મોહી જીવને કારણ મળો વા ન મળો તોપણ પોતાના સંકલ્પથી જ સુખ – દુઃખ થયા
કરે છે. તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતાં તીવ્ર સુખ – દુઃખ થાય છે તે જ કારણો મળતાં
મંદ મોહીને મંદ સુખ – દુઃખ થાય છે. માટે સુખ – દુઃખ થવાનું મૂળ બળવાન કારણ
મોહકર્મનો ઉદય છે અન્ય વસ્તુ બળવાન કારણ નથી, પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના
પરિણામોને નિમિત્ત – નૈમિત્તિકની મુખ્યતા હોય છે, જે વડે મોહી જીવ અન્ય વસ્તુને જ સુખ
– દુઃખનું કારણ માને છે. એ પ્રમાણે વેદનીયકર્મના ઉદયથી સુખ – દુઃખનાં કારણો નીપજે છે.
✾ આયુકર્મોદયજન્ય અવસ્થા ✾
આયુકર્મના ઉદયવડે મનુષ્યાદિ પર્યાયોની સ્થિતિ રહે છે. જ્યાંસુધી આયુકર્મનો ઉદય રહે
૪૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક