આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ શરીરથી સંબંધ રહેતો નથી. પણ
તે જ વખતે આત્મા અને શરીર જુદાં થઈ જાય છે. આ સંસારમાં જન્મ, જીવન અને મરણનું
કારણ આયુકર્મ જ છે. જ્યારે નવીન આયુનો ઉદય થાય છે ત્યારે નવીન પર્યાયમાં જન્મ થાય
છે. વળી ત્યાં પણ જ્યાંસુધી આયુનો ઉદય રહે ત્યાંસુધી તે પર્યાયરૂપ પ્રાણોના ધારણથી જીવવું
થાય છે અને આયુનો ક્ષય થતાં એ પર્યાયરૂપ પ્રાણોના છૂટવાથી મરણ થાય છે. સહજ જ એવું
આયુકર્મનું નિમિત્ત છે. અન્ય કોઈ ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો નથી
એવો નિશ્ચય કરવો. વળી જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે પછી તેને છોડી
કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે કેટલોક કાળ ધારણ
કરી રહે પછી તેને છોડી અન્ય શરીર ધારણ કરે છે. માટે શરીરસંબંધની અપેક્ષાએ જન્માદિક
છે. જીવ પોતે જન્માદિક રહિત નિત્ય જ છે, તોપણ મોહી જીવને ભૂત
છે. એ પ્રમાણે આયુકર્મ વડે પર્યાયની સ્થિતિ જાણવી.
અને આત્માના પ્રદેશોનું એક બંધાન થાય છે, તથા સંકોચ
સ્પર્શન, રસના આદિ દ્રવ્યઇન્દ્રિયો નીપજે છે. વા હૃદયસ્થાનમાં આઠ પાંખડીવાળા ખીલેલા
કમળના આકાર જેવું દ્રવ્યમન થાય છે. વળી એ શરીરમાં જ આકારાદિના વિશેષ વા વર્ણાદિકના
વિશેષ હોવા છતાં સ્થૂલસૂક્ષ્મત્વાદિક હોવા ઇત્યાદિ કાર્ય થાય છે. શરીરરૂપ પરિણમેલા
પરમાણુઓ આ પ્રકારે પરિણમે છે. શ્વાસોચ્છ્વાસ અથવા સ્વર નીપજે છે એ પણ પુદ્ગલના
પિંડ છે તથા એ શરીરથી એક બંધાનરૂપ છે. એમાં પણ આત્માના પ્રદેશો વ્યાપ્ત છે.
શ્વાસોચ્છ્વાસ એ પવન છે. હવે જેમ આહારને ગ્રહણ કરીએ, નિહારને બહાર કાઢીએ તો જ
જીવી શકાય, તેમ બહારના પવનને ગ્રહણ કરીએ અને અભ્યંતર પવનને કાઢીએ તો જ જીવિતવ્ય
રહે. માટે શ્વાસોચ્છ્વાસ જીવિતવ્યનું કારણ છે. જેમ આ શરીરમાં હાડ
મોઢામાં મૂકેલા ગ્રાસને પવન વડે પેટમાં ઉતારીએ અને મળાદિક પણ પવનથી જ બહાર કાઢીએ
છીએ. એમ અન્ય પણ જાણવું.