નાડી, વાયુરોગ અને વાયુનો ગોળો એ વગેરે પવનરૂપ શરીરનાં અંગ જાણવાં. વળી
સ્વર છે તે શબ્દ છે; તે જેમ વીણાની તાંતને હલાવતાં ભાષારૂપ હોવા યોગ્ય પુદ્ગલસ્કંધો છે
તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે; તેમ તાળુ, હોઠ ઇત્યાદિ અંગોને હલાવતા
ભાષાપર્યાપ્તિમાં ગ્રહેલા જે પુદ્ગલસ્કંધો છે તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે. વળી
શુભ – અશુભ ગમનાદિક થાય છે ત્યાં એમ જાણવું કે જેમ બે પુરુષોને એકદંડી બેડી હોય ત્યાં
એક પુરુષ ગમનાદિક કરવા ઇચ્છે તો ગમનાદિ ન થઈ શકે, પણ બીજો ગમનાદિ કરે તો જ
ગમનાદિક થઈ શકે, પણ બંનેમાંથી એક બેસી રહે તો ગમનાદિ થઈ શકે નહિ. તથા બંનેમાંથી
એક બળવાન હોય તો તે બીજાને પણ ઘસડી જાય. તેમ આત્માને અને શરીરાદિરૂપ પુદ્ગલને
એકક્ષેત્રાવગાહરૂપ બંધાન છે. ત્યાં આત્મા હલન – ચલનાદિ કરવા ઇચ્છે અને પુદ્ગલ એ શક્તિવડે
રહિત બની હલન – ચલન ન કરે વા પુદ્ગલમાં શક્તિ હોવા છતાં પણ આત્માની ઇચ્છા ન હોય
તો હલન – ચલનાદિ થઈ શકે નહિ તથા એ બંનેમાં પુદ્ગલ બળવાન થઈ હાલવા – ચાલવા લાગે
તો તેની સાથે ઇચ્છા વિના પણ આત્મા હાલવા – ચાલવા લાગે. એ પ્રમાણે હલન – ચલનાદિ ક્રિયા
થાય છે. વળી તેને અપયશ આદિ બાહ્ય નિમિત્ત બને છે, એમ એ કાર્ય નીપજે છે. એ વડે
મોહ અનુસાર આત્મા સુખી – દુઃખી પણ થાય છે. એમ નામકર્મના ઉદયથી સ્વયમેવ નાના
પ્રકારરૂપ રચના થાય છે, અન્ય કોઈ કરવાવાળો નથી. તીર્થંકરાદિ પ્રકૃતિ તો (આ કાળે) અહીં
છે જ નહીં.
✾ ગોત્રકર્મોદયજન્ય અવસ્થા ✾
ગોત્રકર્મથી નીચ – ઊંચ કુળોમાં ઊપજવું થાય છે, ત્યાં પોતાનું હીન – અધિકપણું પ્રાપ્ત થાય
છે. મોહના નિમિત્તથી આત્મા સુખી – દુઃખી પણ થાય છે.
એ પ્રમાણે અઘાતિ કર્મોના નિમિત્તથી અવસ્થાઓ થાય છે. એમ આ અનાદિ સંસારમાં
ઘાતિ – અઘાતિ કર્મોના ઉદય અનુસાર આત્માની અવસ્થાઓ થાય છે. હે ભવ્ય! તારા અંતરંગમાં
તું વિચાર કરીને જો કે એમ જ છે કે નહિ? વિચાર કરતાં તો તને એમ જ પ્રતિભાસશે. જો
એમ જ છે તો તું એમ માન કે ‘‘મને અનાદિ સંસારરોગ છે તેના નાશનો મારે ઉપાય કરવો
આવશ્યક છે.’’ એ વિચારથી તારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્ર વિષે
સંસાર – અવસ્થા નિરૂપક બીજો અધિકાર સમાપ્ત
૪૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક