Moksha Marg Prakashak (Gujarati). Adhikar Trijo Sansar Ane Mokshasukha Nirupan Duhkhanu Mool Karan Mithyadarshan, Agyan, Asanyam.

< Previous Page   Next Page >


Page 37 of 370
PDF/HTML Page 65 of 398

 

background image
અધિકાર ત્રીજો
સંસારદુઃખ અને મોક્ષસુખ નિરુપણ
જે નિજ ભાવ સદા સુખદ, નિજનો કરો પ્રકાશ;
જે બહુ વિધિ ભવ દુઃખતણી, કરે છે સત્તા નાશ.
હવે એ સંસાર-અવસ્થામાં નાના પ્રકારનાં દુઃખ છે તેનું વર્ણન કરીએ છીએ. કારણ કે
જો સંસારમાં પણ સુખ હોત તો સંસારથી છૂટવાનો ઉપાય શા માટે કરીએ? આ સંસારમાં અનેક
પ્રકારનાં દુઃખ છે એટલા માટે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય કરીએ છીએ. વળી જેમ નિપુણ
વૈદ્ય રોગનું નિદાન તથા એ રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી રોગીને રોગનો નિશ્ચય કરાવી
પછી તેનો ઇલાજ કરવાની રુચિ કરાવે છે તેમ અહીં પણ પ્રથમ સંસારરોગનું નિદાન તથા એ
સંસારરોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી સંસારી જીવને સંસારરોગનો નિશ્ચય કરાવી તેનો ઉપાય
કરવાની રુચિ કરાવે છે.
જેમ રોગી રોગથી દુઃખી થઈ રહ્યો હોય પરન્તુ તેનું મૂળ કારણ જાણે નહિ, સાચો
ઉપાય જાણે નહિ અને દુઃખ પણ સહ્યું જાય નહિ ત્યારે પોતાને ભાસે એવા જ ઉપાય કર્યા
કરે, પણ એથી દુઃખ દૂર થાય નહિ. એટલે તરફડી-તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન
કરે છે, એ દુઃખોનું મૂળ કારણ જાણતો નથી તેને જેમ વૈદ્ય દુઃખનું મૂળ કારણ બતાવે , દુઃખનું
સ્વરૂપ બતાવે તથા એના કરેલા ઉપાયોને જૂઠા છે એમ બતાવે ત્યારે જ સાચો ઉપાય કરવાની
રોગીને રુચિ થાય; તે જ પ્રમાણે આ સંસારી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, પણ તેનું
મૂળ કારણ જાણતો નથી, સાચો ઉપાય પણ જાણતો નથી. અને દુઃખ સહ્યું પણ જતું નથી,
ત્યારે તે પોતાને ભાસે તેવા જ ઉપાય કર્યા કરે છે, પણ એથી દુઃખ દૂર થાય નહિ એટલે તરફડી
-તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કર્યા કરે છે. એવા જીવને અહીં દુઃખનું મૂળ કારણ
બતાવીએ, દુઃખનું સ્વરૂપ બતાવીએ અને તેના ઉપાયોનું જુઠાપણું બતાવીએ તો તેને સાચો ઉપાય
કરવાની રુચિ થાય. એ વર્ણન કરીએ છીએ.
દુઃખનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ
સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અસંયમ છે. દર્શનમોહના ઉદયથી
થયેલા અતત્ત્વશ્રદ્ધાનમિથ્યાદર્શન છે તેનાથી વસ્તુસ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થતાં અન્યથા પ્રતીતિ
થાય છે. વળી એ મિથ્યાદર્શનના નિમિત્તથી ક્ષયોપશમરૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે,
જેથી વસ્તુસ્વરૂપનું યથાર્થ પ્રકારે જાણવું ન થતાં અન્યથા જ જાણવું થાય છે. ચારિત્રમોહના
ઉદયથી થયેલો કષાયભાવ તેનું જ નામ અસંયમ છે, જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન
[ ૪૭