Moksha Marg Prakashak (Gujarati). Upar Kahel Dukhani Nivruttina Upayonu Juthapanu.

< Previous Page   Next Page >


Page 39 of 370
PDF/HTML Page 67 of 398

 

background image
એવો દુઃખી થઈ રહ્યો છે કે કોઈ એક વિષયના ગ્રહણ અર્થે પોતાના મરણને પણ ગણતો
નથી. જેમ હાથીને કપટની હાથણીનું શરીર સ્પર્શવાની, મચ્છને જાળમાં લગાવેલું માંસ ચાખવાની,
ભમરાને કમળની સુગંધ સૂંઘવાની, પતંગને દીપકનો વર્ણ દેખવાની તથા હરણને રાગ સાંભળવાની
એવી ઇચ્છા હોય છે કે તત્કાલ મરણ ભાસે તોપણ તે મરણને ન ગણતાં વિષયોનું ગ્રહણ કરે
છે. તેથી મરણ થવા કરતાં પણ ઇન્દ્રિયોના વિષયસેવનની પીડા અધિક જણાય છે. એ ઇન્દ્રિયોની
પીડાથી સર્વ જીવો પીડિત બની નિર્વિચાર થઈ, જેમ કોઈ દુઃખી માણસ પહાડ ઉપરથી પડતુ
મૂકે તેમ, વિષયોમાં ઝંપાપાત કરે છે. નાના પ્રકારનાં કષ્ટવડે ધન ઉપજાવે અને વિષયને અર્થે
તેને ગુમાવે. વિષયોની પ્રાપ્તિ અર્થે જ્યાં મરણ થતું જાણે ત્યાં પણ જાય, નરકાદિકના કારણરૂપ
જે હિંસાદિક કાર્ય તેને પણ કરે વા ક્રોધાદિક કષાયો ઉપજાવે. બિચારો શું કરે? ઇન્દ્રિયોની પીડા
ન સહન થવાથી તેને અન્ય કાંઈ વિચાર આવતો નથી. એ પીડાથી જ પીડિત થઈ ઇન્દ્રાદિક
દેવો પણ વિષયોમાં અતિ આસક્ત બની રહ્યા છે. જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ
આસક્ત બની ખજવાળવા લાગે છે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાળે? તેમ
ઇન્દ્રિયરોગથી પીડિત થયેલા ઇન્દ્રાદિક દેવો આસક્ત બની વિષયસેવન કરે છે. પીડા ન હોય
તો તેઓ શા માટે વિષયસેવન કરે? એ પ્રમાણે જ્ઞાનાવરણ
દર્શનાવરણના ક્ષયોપશમથી થયેલું
ઇન્દ્રિયાદિજનિત જ્ઞાન છે તે મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી ઇચ્છાસહિત બની દુઃખનું કારણ થયું
છે. હવે એ દુઃખ દૂર થવાનો ઉપાય આ જીવ કેવો કરે છે તે કહીએ છીએ.
ઉપર કહેલ દુઃખની નિવૃત્તિના ઉપાયોનું જૂLાપણું
ઇન્દ્રિયોવડે વિષયોનું ગ્રહણ થતાં મારી ઇચ્છા પૂર્ણ થશે એમ જાણી પ્રથમ તો નાના
પ્રકારનાં ભોજનાદિકો વડે ઇન્દ્રિયોને પ્રબલ કરે છે, તથા એમ જ જાણે છે કેજો ઇન્દ્રિયો
પ્રબળ રહે તો મને વિષય ગ્રહણ કરવાની શકિત વધે. તેમાં અનેક બાહ્ય કારણોની જરૂર
હોવાથી તેનું નિમિત્ત મેળવે છે. પોતાને સન્મુખ થયેલા વિષયોને ઇંદ્રિયો ગ્રહણ કરી શકે છે
તેથી અનેક બાહ્ય ઉપાયો વડે વિષયોનો અને ઇંદ્રિયોનો સંયોગ મેળવે છે. નાના પ્રકારનાં
વસ્ત્રાદિક, ભોજનાદિક, પુષ્પાદિક, મંદિર
આભૂષણાદિક વા ગાયકવાજિંત્રાદિકનો સંયોગ
મેળવવા માટે ઘણો જ ખેદખિન્ન થાય છે. જયાંસુધી એ વિષયો ઇન્દ્રિયસન્મુખ રહે ત્યાંસુધી
તો તેનું કિંચિત્ સ્પષ્ટ જાણપણું રહે, પણ પછી મન દ્વારા સ્મરણમાત્ર જ રહે અને કાળ વ્યતીત
થતાં એ સ્મરણ પણ મંદ થતું જાય છે તેથી તે વિષયોને પોતાને આધીન રાખવાનો ઉપાય
કરે છે અને શીઘ્ર શીઘ્ર તેનું ગ્રહણ કર્યા કરે છે. વળી ઇન્દ્રિયોવડે તો એક કાળમાં કોઈ એક
જ વિષયનું ગ્રહણ થાય છે, પણ આ જીવ ઘણા ઘણા વિષયો ગ્રહણ કરવા ઇચ્છે છે તેથી
ઉતાવળો બની જલદી જલદી એક વિષયને છોડી અન્યને ગ્રહણ કરે છે, વળી તેને છોડી અન્યને
ગ્રહણ કરે છે. એ પ્રમાણે વિષયને અર્થે વલખાં મારે છે અને પોતાને જે ભાસે તેવા ઉપાય
કર્યા કરે છે, પણ એ ઉપાય જૂઠા છે, કારણ કે પ્રથમ તો એ બધાનું એ જ પ્રમાણે થવું પોતાને
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૪૯