Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 40 of 370
PDF/HTML Page 68 of 398

 

background image
આધીન નથી, મહા કઠણ છે. કદાચિત્ કર્મઉદયાનુસાર એ જ પ્રમાણે વિધિ મળી જાય તોપણ
ઇન્દ્રિયોને પ્રબળ કરવાથી કાંઈ વિષયગ્રહણની શક્તિ વધતી નથી, એ તો જ્ઞાન
દર્શન વધવાથી
જ વધે. પણ એ કર્મના ક્ષયોપશમને આધીન છે. જુઓ, કોઈનું શરીર પુષ્ટ હોવા છતાં તેનામાં
એવી શક્તિ ઓછી જોવામાં આવે છે, તથા કોઈનું શરીર દુર્બળ હોવા છતાં તેનામાં એવી શક્તિ
અધિક જોવામાં આવે છે. માટે ભોજનાદિક વડે ઇન્દ્રિયો પુષ્ટ કરવાથી કાંઈ સિદ્ધિ થતી નથી,
પરંતુ કષાયાદિક ઘટવાથી કર્મનો ક્ષયોપશમ થતાં જ્ઞાન
દર્શન વધે છે અને ત્યારે જ વિષય-
ગ્રહણની શક્તિ વધે છે.
વળી વિષયોનો સંયોગ મેળવે છે, પણ તે ઘણા વખત સુઘી ટકતો નથી અથવા સર્વ
વિષયોનો સંયોગ મળતો જ નથી તેથી એ આકુળતા રહ્યા જ કરે છે. વળી એ વિષયોને
પોતાના આધીન રાખી જલદી જલદી ગ્રહણ કરવા ઇચ્છે છે પણ તે પોતાના આધીન રહેતા
નથી, કારણ કે એ જુદાં જુદાં દ્રવ્ય પોતપોતાને આધીન પરિણમે છે વા કર્મોદય આધીન
પરિણમે છે. હવે એવા પ્રકારના કર્મનો બંધ યથાયોગ્ય શુભભાવ થતાં જ થાય અને પછી
ઉદયમાં આવે છે, એમ પ્રત્યક્ષ જોઈએ છીએ. જુઓ, અનેક ઉપાય કરવા છતાં પણ કર્મના
નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. છતાં આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપત્
ગ્રહણ કરવા માટે વલખાં મારે છે, તથા એક વિષયને છોડી અન્યનું ગ્રહણ કરવા માટે આ
જીવ એવાં વલખા મારે છે, પણ પરિણામે શું સિદ્ધિ થાય છે? જેમ મણની ભૂખવાળાને કણ
મળ્યો પણ તેથી તેની ભૂખ મટે? તેમ સર્વ ગ્રહણની જેને ઇચ્છા છે તેને કોઈ એક વિષયનું
ગ્રહણ થતાં ઇચ્છા કેમ મટે? અને ઇચ્છા મટ્યા વિના સુખ પણ થાય નહિ. માટે એ બધા
ઉપાય જૂઠા છે.
પ્રશ્નઃએ ઉપાયથી કોઈ જીવને સુખી થતાં જોઈએ છીએ, છતાં તમે સર્વથા
જૂઠા કેમ કહો છો?
ઉત્તરઃસુખી તો થતાં નથી, ભ્રમથી સુખ માને છે. જો સુખી થયો હોય તો તેને
અન્ય વિષયોની ઇચ્છા કેમ રહે? જેમ રોગ મટ્યા પછી અન્ય ઔષધ કોઈ શા માટે ઇચ્છે?
તેમ દુઃખ મટ્યા પછી અન્ય વિષયોને શા માટે ઇચ્છે? જો વિષયનું ગ્રહણ કર્યા પછી ઇચ્છા
શાંત થાય
અટકી જાય તો અમે પણ સુખ માનીએ, પણ અહીં તો ઇચ્છિત વિષયનું ગ્રહણ
જ્યાંસુધી ન થાય ત્યાંસુધી તો તે વિષયની ઇચ્છા રહ્યા કરે છે તથા જે સમયે એ વિષયનું
ગ્રહણ થયું તે જ સમયે અન્ય વિષયગ્રહણની ઇચ્છા થતી જોવામાં આવે છે, તેને સુખ માનવું
એ કેવું છે? જેમ કોઈ મહાક્ષુધાવાન રંક પોતાને કદાચિત્ એક અન્નનો કણ તેનું ભક્ષણ કરી
ચેન માને તેમ આ મહાતૃષ્ણાવાન જીવ પોતાને કોઈ એક વિષયનું નિમિત્ત મળતાં તેનું ગ્રહણ
કરી સુખ માને છે પણ વાસ્તવિકપણે એ સુખ નથી.
૫૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
7