પ્રશ્નઃ — જેમ કણ કણ વડે પોતાની ભૂખ મટે છે, તેમ એક એક વિષયનું ગ્રહણ
કરી પોતાની ઇચ્છા પૂર્ણ કરે તો શો દોષ?
ઉત્તરઃ — જો બધા કણ ભેળા થાય તો એમ જ માનીએ, પરંતુ બીજો કણ મળતાં
પ્રથમના કણનું નિર્ગમન થઈ જાય તો ભૂખ કેમ મટે? એ જ પ્રમાણે જાણવામાં વિષયોનું
ગ્રહણ ભેળું થતું જાય તો ઇચ્છા પૂર્ણ થઈ જાય, પરંતુ જ્યારે બીજો વિષય ગ્રહણ કરે ત્યારે
પૂર્વે જે વિષય ગ્રહણ કર્યો હતો તેનું જાણપણું રહેતું નથી તો ઇચ્છા કેવી રીતે પૂર્ણ થાય?
ઇચ્છા પૂર્ણ થયા વિના આકુળતા પણ મટતી નથી અને આકુળતા મટ્યા વિના સુખ પણ કેમ
કહી શકાય?
વળી એક વિષયનું ગ્રહણ પણ આ જીવ મિથ્યાદર્શનાદિકના સદ્ભાવપૂર્વક કરે છે અને
તેથી ભાવિ અનેક દુઃખના હેતુરૂપ કર્મો બાંધે છે, તેથી તે વર્તમાનમાં પણ સુખ નથી તેમ
ભાવિ સુખનું કારણ પણ નથી, માટે એ દુઃખ જ છે. એ જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે
યથા —
सपरं बाधासहियं विच्छिण्णं बंधकारणं विसमं ।
जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा ।।७६।।
અર્થઃ — ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ પરાધીન, બાધા સહિત, વિનાશિક, બંધનું
કારણ તથા વિષમ છે; તેથી એ સુખ ખરેખર દુઃખ જ છે.
✾ દુઃખનિવૃત્તિનો સાચો ઉપાય ✾
એ પ્રમાણે આ સંસારી જીવે સુખ માટે કરેલા ઉપાય જૂઠા જાણવા. તો સાચો ઉપાય
શો છે? જ્યારે ઇચ્છા દૂર થાય અને સર્વ વિષયોનું એક સાથે ગ્રહણ રહ્યા કરે તો એ દુઃખ
મટે. હવે ઇચ્છા તો મોહ જતાં જ મટે અને સર્વનું એક સાથે ગ્રહણ કેવળજ્ઞાન થતાં જ
થાય, તેનો ઉપાય સમ્યગ્દર્શનાદિક છે, એ જ સાચો ઉપાય જાણવો. એ પ્રમાણે મોહના
નિમિત્તથી જ્ઞાનાવરણ – દર્શનાવરણનો ક્ષયોપશમ પણ દુઃખદાયક છે, તેનું વર્ણન કર્યું.
પ્રશ્નઃ — જ્ઞાનાવરણ-દર્શનાવરણના ઉદયથી જે જાણવું થતું નથી તેને તો દુઃખનું
કારણ તમે કહો, પરંતુ ક્ષયોપશમને શા માટે કહો છો?
ઉત્તરઃ — જાણવું ન બને એ જો દુઃખનું કારણ હોય તો પુદ્ગલને પણ દુઃખ ઠરે.
પણ દુઃખનું મૂળ કારણ તો ઇચ્છા છે અને તે ક્ષયોપશમથી જ થાય છે માટે ક્ષયોપશમને
પણ દુઃખનું કારણ કહ્યું. વાસ્તવિક રીતે ક્ષયોપશમ પણ દુઃખનું કારણ નથી પણ મોહથી
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૫૧