Moksha Marg Prakashak (Gujarati). Darshanamohana Udayathi Thatu Dukha Ane Tena Upayonu Juthapanu.

< Previous Page   Next Page >


Page 42 of 370
PDF/HTML Page 70 of 398

 

background image
વિષયગ્રહણની જે ઇચ્છા છે તે જ દુઃખનું કારણ જાણવું. તથા મોહનો ઉદય છે તે દુઃખરૂપ
જ છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ.
દર્શનમોહના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂLાપણું
દર્શનમોહના ઉદયથી મિથ્યાદર્શન થાય છે. જે વડે જેવું તેને શ્રદ્ધાન છે તેવું
પદાર્થસ્વરૂપ નથી. તથા જેવું પદાર્થસ્વરૂપ છે તેવું એ માનતો નથી, તેથી તેને વ્યાકુળતા જ
રહ્યા કરે છે. જેમ કોઈ બહાવરાને કોઈએ વસ્ત્ર પહેરાવ્યું, તે બહાવરો તે વસ્ત્રને પોતાનું અંગ
જાણી પોતાને, શરીરને અને વસ્ત્રને એકરૂપ માને છે, પણ એ વસ્ત્ર તો પહેરાવનારને આધીન
છે. એ પહેરાવનાર કોઈ વેળા તે વસ્ત્રને ફાડે, કોઈ વેળા જોડે, કોઈ વેળા લઈ લે તથા કોઈ
વેળા નવીન પહેરાવે, ઇત્યાદિ ચરિત્ર કરે ત્યારે આ બહાવરો એ વસ્ત્રની પરાધીન ક્રિયા થવા
છતાં તેને પોતાને આધીન માની મહા ખેદખિન્ન થાય છે. તેમ આ જીવને કર્મોદયથી શરીરનો
સંબંધ થયો છે.
હવે આ જીવ એ શરીરને પોતાનું અંગ જાણી પોતાને અને શરીરને એકરૂપ માને
છે, પણ શરીર તો કર્મોદય આધીન કોઈ વેળા કૃષ થાય, કોઈ વેળા સ્થૂળ થાય, કોઈ વેળા
નષ્ટ થાય અને કોઈ વેળા નવીન ઉપજે, ઇત્યાદિ ચરિત્ર થાય છે. એ પ્રમાણે તેની પરાધીન
ક્રિયા થવા છતાં તેને પોતાને આધીન માની મહા ખેદખિન્ન થાય છે. વળી જેમ કોઈ બહાવરો
બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઊતર્યા, તે સર્વને
આ બહાવરો પોતાનાં જાણવા લાગ્યો, પણ એ બધાં પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ
આવે, કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે
એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા
છતાં આ બહાવરો તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે આ જીવ
જ્યાં પર્યાય (શરીર) ધારણ કરે છે ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા અને ધનાદિક આવીને
સ્વયં પ્રાપ્ત થાય છે તેને આ જીવ પોતાના જાણે છે, પણ એ તો પોતપોતાને આધીન કોઈ
આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે
એમ તેની પરાધીન ક્રિયા હોય છે,
તેને પોતાને આધીન માની આ જીવ ખેદખિન્ન થાય છે.
પ્રશ્નઃકોઈ વેળા શરીરની વા પુત્રાદિકની ક્રિયા આ જીવને આધીન થતી
જોવામાં આવે છે. એ વેળા તો જીવ સુખી થાય છે?
ઉત્તરઃશરીરાદિકની, ભવિતવ્યની અને જીવની ઇચ્છાનીએ ત્રણેની વિધિ મળતાં
કોઈ પ્રકારે જેમ એ ઇચ્છે તેમ કોઈ પરિણમવાથી કોઈ કાળમાં તેના વિચારાનુસાર સુખ જેવો
આભાસ થાય, પરંતુ એ બધાય સર્વ પ્રકારે (કિંચિત્ પણ) એ ઇચ્છે તેમ તો પરિણમતાં નથી
૫૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક