Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 370
PDF/HTML Page 75 of 398

 

background image
વળી જે પ્રયોજન અર્થે કષાયભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ થાય તો જ આ
દુઃખ દૂર થઈ મને સુખ થાય, એમ વિચારી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય
કરવા તેને દુઃખ દૂર થવાના ઉપાય માને છે.
હવે કષાયભાવોથી જે દુઃખ થાય છે તે તો સાચું છે કારણ કે પ્રત્યક્ષ પોતે જ દુઃખી
થઈ રહ્યો છે, પરંતુ એ દુઃખ મટવા માટે જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. તે કેવી રીતે
તે અહીં કહીએ છીએ.
ક્રોધમાં અન્યનું બૂરું કરવાનો, માનમાં અન્યને હલકો પાડી પોતે ઊંચો થવાનો,
માયામાં છળપ્રપંચ વડે કાર્ય સિદ્ધ કરવાનો, લોભમાં ઇષ્ટ વસ્તુને મેળવવાનો, હાસ્યમાં
વિકસિત (પ્રફુલ્લિત) થવાનાં કારણો બન્યાં રાખવાનો, રતિમાં ઇષ્ટ વસ્તુનો સંયોગ બન્યો
રાખવાનો, અરતિમાં અનિષ્ટ વસ્તુને દૂર કરવાનો, શોકમાં શોકનાં કારણ મટાડવાનો, ભયમાં
ભયનાં કારણ મટાડવાનો, જુગુપ્સામાં જુગુપ્સાનાં કારણો દૂર કરવાનો, પુરુષવેદમાં સ્ત્રી સાથે
રમવાનો, સ્ત્રીવેદમાં પુરુષ સાથે રમવાનો તથા નપુંસકવેદમાં સ્ત્રી
પુરુષ બંનેની સાથે રમવાનો
ઉપાય કરે છે એ પ્રયોજન તેને હોય છે.
હવે એ પ્રયોજનોની સિદ્ધિ થાય તો કષાય ઉપશમવાથી દુઃખ દૂર થઈ જીવ સુખી થાય,
પરંતુ એ પ્રયોજનોની સિદ્ધિ તેના ઉપર પ્રમાણે કરેલા ઉપાયોને આધીન નથી પણ ભવિતવ્યઆધીન
છે, કારણ કે અનેકને એ ઉપાયો કરતા જોઈએ છીએ પણ તેની સિદ્ધિ થતી નથી. વળી એ
ઉપાયો બનવા પણ પોતાને આધીન નથી પરંતુ ભવિતવ્યઆધીન છે, કારણ કે અનેકને એ ઉપાયો
કરવાની ઇચ્છા છતાં એક પણ ઉપાય ન બની શકતો હોય એમ પ્રત્યક્ષ જોઈએ છીએ.
કદાચિત્ કાકતાલીય ન્યાયાનુસાર જેવું પોતાનું પ્રયોજન હોય તેવું જ ભવિતવ્ય હોય
અને તેવો જ ઉપાય બની જાય તો તેથી એ કાર્યની સિદ્ધિ પણ થઈ જાય અને તેથી એ
કાર્યસંબંધી કોઈ કષાયનો ઉપશમ થાય, પરંતુ ત્યાં થંભાવ થતો નથી, કારણ જ્યાંસુધી એ
કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાંસુધી તો એ કાર્ય સંબંધી કષાય હતો પણ જે સમયે એ કાર્ય
સિદ્ધ થયું તે જ સમયે અન્ય કાર્ય સંબંધી કષાય થાય છે. એક સમયમાત્ર પણ જીવ નિરાકુળ
રહેતો નથી. જેમ કોઈ ક્રોધવડે અન્યનું બૂરું થવું ઇચ્છતો હતો, તેનું બૂરું થતાં પાછો કોઈ
અન્ય ઉપર ક્રોધ કરીને તેનું બૂરું ઇચ્છવા લાગ્યો. અથવા જ્યારે થોડી શક્તિ હતી ત્યારે
તો તે પોતાનાથી નાનાઓનું બૂરું ચાહતો હતો, અને ઘણી શક્તિ થતાં પોતાનાથી મોટાઓનું
બૂરું ચાહવા લાગ્યો, એ જ પ્રમાણે માન
માયાલોભાદિ વડે જે કાર્ય વિચાર્યું હતું તે સિદ્ધ
થતાં કોઈ અન્ય કાર્યમાં માનાદિક ઉપજાવી તેને સિદ્ધ કરવાની ઇચ્છા કરવા લાગ્યો. જ્યારે
થોડી શક્તિ હતી ત્યારે નાનાં નાનાં કાર્યોને સિદ્ધ કરવા ઇચ્છતો હતો અને ઘણી શક્તિ થતાં
મોટાં મોટાં કાર્યો સિદ્ધ કરવાનો અભિલાષી થયો. કષાયોમાં કાર્યનું કોઈ પ્રમાણ હોય તો
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૫૭