તે કાર્યની સિદ્ધિ થતાં જીવ સુખી થાય, પણ પ્રમાણ તો કોઈ છે જ નહિ, માત્ર ઇચ્છા જ
વધતી જાય છે.
શ્રી આત્માનુશાસનમાં કહ્યું છે કે —
आशागर्तः प्रतिप्राणी यस्मिन् विश्वमणूपमम् ।
कस्य किं कियदायाति वृथा वो विषयैषिता ।।३६।।
અર્થઃ — આશારૂપી ખાડો દરેક પ્રાણીને હોય છે. અનંતાનંત જીવ છે તે સર્વને આશા
હોય છે, તે આશા રૂપી કૂવો કેવો છે કે તે એક ખાડામાં સમસ્ત લોક અણુસમાન છે. લોક
તો એક જ છે, તો હવે અહીં કહો કે કોને કેટલો હિસ્સામાં આવે? માટે જ તમારી જે
આ વિષયની ઇચ્છા છે તે વૃથા જ છે.
ઇચ્છા પૂર્ણ તો થતી જ નથી, તેથી કોઈ કાર્ય સિદ્ધ થતાં પણ દુઃખ દૂર થતું નથી
અથવા કોઈ કષાય મટતાં તે જ વેળા અન્ય કષાય થાય છે. જેમ કોઈને મારવાવાળા ઘણા
હોય. હવે, જ્યારે કોઈ એક તેને ન મારે ત્યારે કોઈ અન્ય તેને મારવા લાગી જાય; એમ
જીવને દુઃખ આપવાવાળા અનેક કષાયો છે. જ્યારે ક્રોધ ન હોય ત્યારે માનાદિક થઈ જાય,
તથા જ્યારે માન ન હોય ત્યારે ક્રોધાદિક થઈ જાય, એ પ્રમાણે કષાયનો સદ્ભાવ રહ્યા જ
કરે છે. કોઈ એક સમય પણ જીવ કષાય રહિત હોતો નથી, તેથી કોઈ કષાયનું કોઈ કાર્ય
સિદ્ધ થતાં પણ દુઃખ કેવી રીતે દૂર થાય? વળી તેનો અભિપ્રાય તો સર્વ કષાયોના સર્વ
પ્રયોજનને સિદ્ધ કરવાનો છે. એમ થાય તો જ તે સુખી થાય, પરંતુ એમ તો કદી પણ બની
શકે નહિ, માટે અભિપ્રાયમાં તો તે સદાય દુઃખી જ રહ્યા કરે છે. એટલે કષાયોના પ્રયોજનને
સાધી દુઃખ દૂર કરી સુખી થવાની ઇચ્છા રાખે છે, પણ એ ઉપાય જૂઠા છે.
તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શન – જ્ઞાનવડે વાસ્તવિક શ્રદ્ધાન – જ્ઞાન થાય
તો ઇષ્ટ – અનિષ્ટબુદ્ધિ મટે, અને તેના જ બળથી ચારિત્રમોહનો અનુભાગ ઓછો થાય. એમ
થતાં કષાયોનો અભાવ થાય ત્યારે એ કષાયજન્ય પીડા દૂર થાય અને ત્યારે પ્રયોજન કાંઈ
રહે નહિ. નિરાકુલ થવાથી તે મહાસુખી થાય. માટે સમ્યગ્દર્શનાદિક જ એ દુઃખ મટાડવાનો
સાચો ઉપાય છે.
✾ અંતરાયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું ✾
વળી આ જીવને મોહ વડે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય શક્તિનો ઉત્સાહ
ઊપજે છે, પરંતુ અંતરાયના ઉદયથી તે બની શકતું નથી ત્યારે પરમ વ્યાકુળતા થાય છે તેથી
એ દુઃખરૂપ જ છે. તેના ઉપાયમાં વિઘ્નનાં બાહ્ય કારણો પોતાને જે દેખાય તેને જ દૂર
૫૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
8