કરવાનો ઉદ્યમ કરે છે, પણ એ ઉપાય જૂઠા છે. કારણ કે ઉપાય કરવા છતાં પણ
અંતરાયકર્મનો ઉદય હોવાથી વિઘ્ન થતાં જોઈએ છીએ અને અંતરાયકર્મનો ક્ષયોપશમ થતાં,
વિના ઉપાય પણ વિઘ્ન થતાં નથી. માટે વિઘ્નનું મૂળ કારણ અંતરાય છે.
વળી જેમ મનુષ્યના હાથમાં રહેલી લાકડી કૂતરાને વાગતાં તે લાકડી પ્રત્યે નિરર્થક
દ્વેષ કરે છે તેમ અંતરાય વડે નિમિત્તભૂત કરેલાં એવાં બાહ્ય ચેતન – અચેતન દ્રવ્યો વડે વિઘ્ન
થાય ત્યાં આ જીવ એ બાહ્ય દ્રવ્યોથી નિરર્થક દ્વેષ કરે છે. કારણ કે અન્ય દ્રવ્ય તેને વિઘ્ન
કરવા ઇચ્છે છતાં વિઘ્ન થતું નથી તથા અન્ય દ્રવ્ય વિઘ્ન કરવા ન ઇચ્છે છતાં તેને વિઘ્ન
થાય છે, તેથી જણાય છે કે – વિઘ્ન થવું ન થવું અન્ય દ્રવ્યને જરાય વશ નથી. તો જેના વશ
નથી તેનાથી શા માટે લડવું? માટે એ ઉપાય જૂઠા છે.
તો સાચો ઉપાય શો છે? મિથ્યાદર્શનાદિકથી ઇચ્છા વડે જે ઉત્સાહ ઊપજતો હતો
તે સમ્યગ્દર્શનાદિક વડે જ દૂર થાય તથા સમ્યગ્દર્શનાદિક વડે જ અંતરાયકર્મનો અનુભાગ
ઘટતાં ઇચ્છા તો મટી જાય અને શક્તિ વધી જાય જેથી એ દુઃખ દૂર થઈ નિરાકુલ સુખ
ઊપજે. માટે સમ્યગ્દર્શનાદિક જ દુઃખ મટાડવાના સાચા ઉપાય છે.
✾ વેદનીયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું ✾
વેદનીયકર્મના ઉદયથી દુઃખ – સુખનાં કારણોનો સંયોગ થાય છે. તેમાં કોઈ તો શરીરમાં
જ એવી અવસ્થા થાય છે, કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ થાય છે તથા
કોઈ બાહ્ય વસ્તુઓનો જ સંયોગ થાય છે. ત્યાં અશાતા વેદનીયકર્મના ઉદયથી શરીરમાં ભૂખ,
તરસ, ઉચ્છ્વાસ, પીડા અને રોગાદિક થાય છે. શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય
અતિ ટાઢ, તાપ, પવન અને બંધનાદિકનો સંયોગ થાય છે તથા બાહ્ય શત્રુ – કુપુત્રાદિક વા
કુવર્ણાદિ સહિત પુદ્ગલસ્કંધોનો સંયોગ થાય છે. હવે મોહ વડે એ સર્વમાં જીવને અનિષ્ટબુદ્ધિ
થાય છે. જ્યારે એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં
મહાવ્યાકુળ થઈને તે સર્વને દૂર કરવા ઇચ્છે, અને જ્યાંસુધી એ દૂર ન થાય ત્યાંસુધી તે
દુઃખી થાય. હવે એ બધાના હોવાથી તો સર્વ દુઃખ જ માને છે.
વળી શાતાવેદનીયકર્મના ઉદયથી શરીરમાં અરોગીપણું, બળવાનપણું ઇત્યાદિક થાય
છે. શરીરની ઇષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય ખાન – પાનાદિક વા રુચિકર પવનાદિકનો સંયોગ
થાય છે. તથા બાહ્ય મિત્ર, સુપુત્ર, સ્ત્રી, નોકર – ચાકર, હાથી, ઘોડા, ધન, ધાન્ય, મકાન
અને વસ્ત્રાદિકનો સંયોગ થાય છે. હવે મોહ વડે એ સર્વમાં જીવને ઇષ્ટબુદ્ધિ થાય છે, જ્યારે
એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં તે સુખ માને,
એ સર્વની રક્ષા ઇચ્છે તથા જ્યાંસુધી તે રહે ત્યાંસુધી સુખ માને છે. પણ એ સુખની
માન્યતા એવી છે કે જેમ કોઈ ઘણાં રોગો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો તેને કોઈ
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૫૯