ચોથા અધિકારમાં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રના સ્વરૂપનું વિશેષ નિરૂપણ કરતાં પ્રયોજન-
ભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો તથા તેમના આશ્રયે થનારી રાગદ્વેષની પ્રવૃત્તિનું સ્વરૂપ
બતાવ્યું છે.
પાંચમા અધિકારમાં આગમ અને યુક્તિના આધારે વિવિધ મતોની સમીક્ષા કરીને ગૃહીત
મિથ્યાત્વનું ઘણું જ માર્મિક વિવેચન કર્યું છે; સાથોસાથ અન્ય મતના પ્રાચીન ગ્રંથોનાં ઉદાહરણો દ્વારા
જૈનધર્મની પ્રાચીનતા તેમ જ મહત્તા પુષ્ટ કરી છે; શ્વેતામ્બર સંપ્રદાય સંમત અનેક કલ્પનાઓ તેમ
જ માન્યતાઓની સમીક્ષા કરવામાં આવી છે; ‘અછેરા’નું નિરાકરણ કરતાં કેવળીભગવાનને આહાર-
નિહારનો પ્રતિષેધ તથા મુનિને વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો રાખવાનો નિષેધ કર્યો છે; સાથે સાથે ઢૂંઢકમત
(સ્થાનકવાસી)ની આલોચના કરતા મુહપત્તીનો નિષેધ અને પ્રતિમાધારી શ્રાવક નહિ હોવાની
માન્યતાનું તથા મૂર્તિપૂજાના પ્રતિષેધનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે.
છઠ્ઠા અધિકારમાં ગૃહીત મિથ્યાત્વનાં નિમિત્ત કુગુરુ, કુદેવ અને કુધર્મનું સ્વરૂપ બતાવીને
તેમની સેવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે; તદુપરાંત અનેક યુક્તિઓ દ્વારા ગ્રહ, સૂર્ય, ચંદ્ર, ગાય
અને સર્પાદિકની પૂજાનું પણ નિરાકરણ કર્યું છે.
સાતમા અધિકારમાં જૈન મિથ્યાદ્રષ્ટિનું સાંગોપાંગ વિવેચન કર્યું છે. તેમાં સર્વથા એકાંત
નિશ્ચયાવલંબી જૈનાભાસ તેમ જ સર્વથા એકાંત વ્યવહારાવલંબી જૈનાભાસનું યુક્તિપૂર્ણ કથન કરવામાં
આવ્યું છે, જે વાંચતાં જ જૈનદ્રષ્ટિનું જે સત્ય સ્વરૂપ તે સામે તરી આવે છે, અને વિપરીત કલ્પના —
વસ્તુસ્થિતિને અથવા નિશ્ચય-વ્યવહાર નયોની દ્રષ્ટિને નહિ સમજવાથી થઈ હતી તે — નિર્મૂળ થઈ
જાય છે. આ મહત્ત્વપૂર્ણ પ્રકરણમાં પંડિતજીએ જૈનોના અભ્યંતર મિથ્યાત્વના નિરસનનું ઘણું રોચક
અને સૈદ્ધાંતિક વિવેચન કર્યું છે તથા ઉભય નયોની સાપેક્ષ દ્રષ્ટિ સ્પષ્ટ કરીને દેવ-શાસ્ત્ર-ગુરુ સંબંધી
ભક્તિની અન્યથા પ્રવૃત્તિનું નિરાકરણ કર્યું છે. અંતમાં સમ્યક્ત્વસન્મુખમિથ્યાદ્રષ્ટિનું સ્વરૂપ તથા
ક્ષયોપશમ, વિશુદ્ધ, દેશના, પ્રાયોગ્ય અને કરણ — એ પાંચ લબ્ધિઓનો નિર્દેશ કરીને આ અધિકાર
પૂરો કરવામાં આવ્યો છે.
આઠમા અધિકારમાં પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ — એ ચાર
અનુયોગોનું પ્રયોજન, સ્વરૂપ, વિવેચન શૈલી દર્શાવીને તેમના સંબંધમાં થનારી દોષકલ્પનાઓનો
પ્રતિષેધ કરી, અનુયોગોની સાપેક્ષ કથનશૈલીનો સમુલ્લેખ કર્યો છે; સાથોસાથ આગમાભ્યાસની પ્રેરણા
પણ આપી છે.
નવમા અધિકારમાં મોક્ષમાર્ગના સ્વરૂપ-નિરૂપણનો આરંભ કરતાં મોક્ષના કારણભૂત
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર — એ ત્રણેમાંથી મોક્ષમાર્ગના મૂળકારણ-સ્વરૂપ
સમ્યગ્દર્શનનું પણ પૂરું વિવેચન લખાયું નથી. ખેદ છે કે ગ્રંથકર્તાનું અકાળે મૃત્યુ થઈ જવાથી, આ
અધિકાર તેમ જ ગ્રંથને પૂરો કરી શક્યા નથી; એ આપણું કમનસીબ છે. પરંતુ આ અધિકારમાં
જે કાંઈ કથન કર્યું છે તે ઘણું જ સરળ અને સુગમ છે તેને હૃદયંગમ કરતાં સમ્યગ્દર્શનનાં વિભિન્ન
(૭)