૪૨] [મોક્ષશાસ્ત્ર વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી તેનું આ કારણ છે. (અવધિ-મનઃપર્યયજ્ઞાન વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકે છે.) [પંચાધ્યાયી ભાગ પહેલો, ગાથા ૭૦૮ થી ૭૧૯ સુધી આ સૂત્રની ચર્ચા કરી છે. દેવકીનંદન શાસ્ત્રીકૃત પંચાધ્યાયી પાનું ૩૬૩ થી ૩૬૮]
અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાનને ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ પણ કહેવામાં આવે છે. “ઘડાના રૂપને મેં પ્રત્યક્ષ દીઠું” એમ લોકો કહે છે તેથી તે જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે.
શ્રુતજ્ઞાનમાં ત્રણ પ્રકાર પડે છે-(૧) સંપૂર્ણ પરોક્ષ, (ર) અંશે પરોક્ષ અને (૩) પરોક્ષ બિલકુલ નહિ પણ પ્રત્યક્ષ.
(૧) શબ્દરૂપ શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે; તેમ જ દૂર એવાં સ્વર્ગ-નરકાદિ બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવાવાળું વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ જ છે.
(ર) આભ્યંતરમાં સુખ-દુઃખના વિકલ્પરૂપ જે જ્ઞાન થાય છે તે, અથવા “હું અનંત જ્ઞાનાદિરૂપ છું” એવું જે જ્ઞાન તે ઈષત્-પરોક્ષ છે. (ઈષત્ = કિંચિત).
(૩) જે નિશ્ચય ભાવશ્રુતજ્ઞાન છે તે શુદ્ધાત્માની સન્મુખ હોવાથી સુખસંવિત્તિ (જ્ઞાન) સ્વરૂપ છે. તે જ્ઞાન જોકે પોતાને જાણે છે તો પણ ઈન્દ્રિયો તથા મનથી ઉત્પન્ન થતા વિકલ્પોના સમૂહથી રહિત હોવાના કારણે નિર્વિકલ્પ છે; (અભેદનયે) તેને ‘આત્મજ્ઞાન’ શબ્દથી ઓળખવામાં આવે છે; તે જોકે કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તોપણ છદ્મસ્થોને ક્ષાયિક જ્ઞાનની પ્રાપ્તિ ન હોવાથી, ક્ષાયોપશમિક હોવા છતાં તેને ‘પ્રત્યક્ષ’ કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– આ સૂત્રમાં મતિ અને શ્રુતજ્ઞાનને પરોક્ષ કહેલ છે છતાં ઉપર તમે તેને ‘પ્રત્યક્ષ’ કેમ કહો છો?
ઉત્તરઃ– આ સૂત્રમાં શ્રુતને પરોક્ષ કહ્યું છે તે સામાન્ય કથન છે; ઉપર જે ભાવશ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું તે વિશેષ કથન છે. પ્રત્યક્ષનું કથન વિશેષની અપેક્ષાએ છે એમ સમજવું.
આ સૂત્રમાં જો ઉત્સર્ગ કથન ન હોત તો મતિજ્ઞાનને પરોક્ષ ન કહેત; મતિજ્ઞાન જો પરોક્ષ જ હોત તો તર્કશાસ્ત્રમાં તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કેમ કહેત? તેથી જેમ વિશેષ કથનમાં તે મતિજ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે તેમ જ નિજ આત્મ-