અ. ૧ સૂત્ર ૧૧] [૪૧
ઉત્તરઃ– જો ભૂલ થાય તો જ્ઞાન વિપરીત થયું અને તેથી તે જ્ઞાન ‘સમ્યક્’ ન કહેવાય. જેમ શરીર બગડતાં અશાતાવેદનીયનો ઉદય છે અને શાતાવેદનીયનો ઉદય નથી તેવું કર્મના રજકણો પ્રત્યક્ષ દેખ્યા વગર શ્રુતજ્ઞાનના બળવડે સાચું જાણી શકે છે, તેમ પોતાના જ્ઞાન-અનુભવથી શ્રુતજ્ઞાનના બળ વડે દર્શનમોહનીય કર્મ ઉદયરૂપ નથી એમ સમ્યક્ (યથાર્થ) જાણી શકે છે.
પ્રશ્નઃ– સમ્યક્મતિજ્ઞાન બીજો જીવ ભવ્ય છે કે અભવ્ય છે તે જાણી શકે? ઉત્તરઃ– આ બાબતમાં શ્રી ધવલાશાસ્ત્રમાં (પુસ્તક છઠ્ઠું-પાનું ૧૭) નીચે પ્રમાણે જણાવ્યું છેઃ-
“અવગ્રહથી ગ્રહણ કરવામાં આવેલ અર્થને વિશેષ જાણવાની આકાંક્ષા તે ‘ઈહા’ છે. જેમ કોઈ પુરુષને દેખી ‘શું આ ભવ્ય છે કે અભવ્ય છે?’ એ પ્રકારની વિશેષ પરીક્ષા કરવાને ‘ઈહાજ્ઞાન’ કહે છે. ઈહાજ્ઞાન સંદેહરૂપ નથી, કેમકે ઈહાત્મક વિચારબુદ્ધિથી સંદેહનો વિનાશ થઈ જાય છે. સંદેહથી ઉપર અને અવાયથી નીચે તથા અંતરાળમાં પ્રવૃત્ત થતી વિચારબુદ્ધિનું નામ ઈહા છે.
ઈહાજ્ઞાનથી જાણેલા પદાર્થવિષયક સંદેહનું દૂર થઈ જવું તે ‘અવાય’ (નિર્ણય) છે. પહેલાં ઈહાજ્ઞાનથી ‘શું આ ભવ્ય છે કે અભવ્ય છે’ એ પ્રકારે જે સંદેહરૂપી બુદ્ધિ દ્વારા વિષય કરવામાં આવેલો જીવ છે તે ‘અભવ્ય નથી, ભવ્ય જ છે, કેમકે તેમાં ભવ્યત્વના અવિનાભાવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ પ્રગટયા છે’-એ પ્રકારે ઉત્પન્ન થયેલ ‘ચય’ (નિશ્ચય) જ્ઞાનનું નામ ‘અવાય’ છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે સમ્યક્મતિજ્ઞાન પોતાને તથા પરને સમ્યગ્દર્શન છે-એમ યથાર્થપણે નક્કી કરી શકે છે.
આ મોક્ષશાસ્ત્ર વ્યવહારશાસ્ત્ર હોવાથી સમ્યગ્દ્રષ્ટિ જીવનો ઉપયોગ પર તરફ રોકાયો હોય ત્યારે જે મતિ-શ્રુતજ્ઞાન થાય છે તે સંબંધનું આ સૂત્ર છે.
સમ્યગ્દ્રષ્ટિનો તે વખતનો જ્ઞાન-ઉપયોગ પરોક્ષ છે. ગૌણપણે તે બન્ને જ્ઞાનો નિર્વિકલ્પતા વખતે પ્રત્યક્ષ છે એ તેમાં આવી જાય છે. સમ્યગ્દ્રષ્ટિ જે વખતે પોતાના ઉપયોગમાં જોડાયો હોય ત્યારે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. આ દશા ચોથા ગુણસ્થાનથી હોય છે. મતિ-શ્રુતાત્મક ભાવમન સ્વાનુભૂતિ વખતે વિશેષ દશાવાળું છે, છતાં શ્રેણિસમાન તો નહિ પણ પોતાની ભૂમિકાને યોગ્ય નિર્વિકલ્પ હોય છે; તેથી મતિ-શ્રુતાત્મક ભાવમન સ્વાનુભૂતિ સમયે પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે. મતિ-શ્રુતજ્ઞાન