૪૦] [મોક્ષશાસ્ત્ર
જ છે, તેથી સમ્યગ્જ્ઞાનનું કાંઈ ફળ ન હોય તેમ લાગે છે? ઉત્તરઃ– આનંદ (સંતોષ), ઉપેક્ષા (રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ સમ્યગ્જ્ઞાનનું ફળ છે. (સર્વાર્થસિદ્ધિ પાનું-૩૩૪)
નવમા સૂત્રમાં કહેલાં પાંચ સમ્યગ્જ્ઞાન એ જ પ્રમાણ છે, તે સિવાય બીજાઓ જુદાં જુદાં પ્રમાણો કહે છે પણ તે વાત ખરી નથી. જે જીવને સમ્યગ્જ્ઞાન થયું હોય તે પોતાના સમ્યક્મતિ અને સમ્યક્શ્રુતજ્ઞાન વડે પોતાને સમ્યક્ત્વ થયાનો નિર્ણય કરી શકે છે, અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન છે. ૧૦.
પરોક્ષ પ્રમાણ છે.
અહીં પ્રમાણ અર્થાત્ સાચાં જ્ઞાનના ભેદોમાંથી શરૂઆતના બે એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે પરોક્ષ પ્રમાણ છે. એ જ્ઞાન પરોક્ષ છે તેથી સંશયવાળાં કે ભૂલવાળાં છે-એમ માનવું નહિ; એ તો તદ્ન સાચાં જ છે. એ જ્ઞાનના ઉપયોગ વખતે ઇન્દ્રિય કે મન નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષ કહ્યાં છે, સ્વ અપેક્ષાએ પાંચે પ્રકારનાં જ્ઞાન પ્રત્યક્ષ છે.
પ્રશ્નઃ– ત્યારે સમ્યક્મતિજ્ઞાનવાળો જીવ પોતાને સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન છે એમ જાણી શકે?
ઉત્તરઃ– જ્ઞાન સમ્યક્ છે માટે પોતાને સમ્યગ્જ્ઞાન થયાનો નિર્ણય બરાબર કરી શકે, અને સમ્યગ્જ્ઞાન હોય ત્યાં સમ્યગ્દર્શન અવિનાભાવી છે માટે તેનો નિર્ણય કરી શકે જ. જો નિર્ણય ન કરી શકે તો પોતાનો અનિર્ણય એટલે અનધ્યવસાય થયો, અને એમ થાય તો તેવું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે.
પ્રશ્નઃ– સમ્યક્મતિજ્ઞાની દર્શનમોહનીય પ્રકૃતિના પુદ્ગલોને પ્રત્યક્ષ જોઈ શકતો નથી અને તેનાં પુદ્ગલો ઉદયરૂપ હોય અને જીવ તેમાં જોડાતો હોય તો તેની ભૂલ ન થાય?