અ. ૧ સૂત્ર ૧૦] [૩૯
નવમા સૂત્રમાં કહ્યાં તે પાંચ જ્ઞાન જ પ્રમાણ છે, બીજાં કોઈ પણ પ્રમાણ-જ્ઞાન નથી. તેના (પ્રમાણના) બે ભેદ છે-(૧) પ્રત્યક્ષ અને (ર) પરોક્ષ. ઈન્દ્રિયો કે ઈન્દ્રિયો અને પદાર્થોનો સંબંધ (સન્નિકર્ષ) એ કોઈ પ્રમાણ નથી-એમ સમજવું; એટલે કે ઈન્દ્રિયોથી જ્ઞાન થતું નથી અગર તો ઈન્દ્રિયો અને પદાર્થોના સંબંધથી જ્ઞાન થતું નથી પણ ઉપર કહેલાં મતિ આદિ જ્ઞાન પોતાથી થાય છે માટે જ્ઞાન પ્રમાણ છે.
પ્રશ્નઃ– ઈન્દ્રિયો પ્રમાણ છે કેમકે તે વડે જ્ઞાન થાય છે? ઉત્તરઃ– નહિ, ઈન્દ્રિયો જડ છે અને જ્ઞાન તો ચેતનનો પર્યાય છે તે જડ નથી; માટે આત્મા વડે જ જ્ઞાન થાય છે.
પ્રશ્નઃ– સામો જ્ઞેય પદાર્થ હોય તેનાથી જ્ઞાન થાય-એ તો ખરું ને? ઉત્તરઃ– તે સાચું નથી; જો સામો પદાર્થ (જ્ઞેય) અને આત્મા એ બે મળીને જ્ઞાન થાય તો જ્ઞાતા અને જ્ઞેય એ બન્નેનું ફળ જ્ઞાન થયું-તો બન્નેને જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી.
ઉપાદાન અને નિમિત્ત એ બે થઈને એક કાર્ય કરે તો ઉપાદાન અને નિમિત્તનું સ્વતંત્રપણું રહ્યું નહિ; ઉપાદાન નિમિત્તને કાંઈ કરે નહિ અને નિમિત્ત ઉપાદાનને કાંઈ કરે નહિ. તે વખતે એકબીજાને અનુકૂળ દરેક પોતપોતાથી પોતપોતાને કારણે પોતા માટે હાજર હોય છે. ઉપાદાન નિમિત્ત બન્ને ભેગાં થઈને કામ કરે તો બન્ને ઉપાદાન થઈ જાય-પણ તેમ બને નહિ.
આ બાબતમાં એવો નિયમ છે કે-અપૂર્ણ જ્ઞાનનો ઉઘાડ જે વખતે પોતાનો વ્યાપાર કરે ત્યારે તેને લાયક બાહ્ય પદાર્થો એટલે કે ઈન્દ્રિયો, અજવાળું, જ્ઞેય પદાર્થો, ગુરુ, શાસ્ત્ર વગેરે (પર દ્રવ્યો) પોતપોતાને કારણે હાજર હોય જ, જ્ઞાનને તેની વાટ જોવી પડે નહિ. નિમિત્ત-૧ નૈમિત્તિકનો તથા રઉપાદાન-નિમિત્તનો એવો મેળ હોય છે.
પ્રશ્નઃ– સમ્યગ્જ્ઞાનનું ફળ તમે અધિગમ કહો છો, પણ તે (અધિગમ) તો જ્ઞાન _________________________________________________________________
૧. જે કાર્ય થયું તેને નિમિત્ત અપેક્ષાએ કહેવું હોય ત્યારે તે કાર્ય નૈમિત્તિક કહેવાય છે. ર. જે કાર્ય થયું તેના નિશ્ચય અને વ્યવહાર કારણો બતાવવાં હોય ત્યારે ‘ઉપાદાન-નિમિત્ત’ કહેવાય છે.