૩૮] [મોક્ષશાસ્ત્ર
અવધિજ્ઞાન–જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાસહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે.
મનઃપર્યયજ્ઞાન–જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મનઃપર્યયજ્ઞાન છે.
કેવળજ્ઞાન–જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત્ (એક સાથે) પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન છે.
જ્ઞાનગુણ એક છે; તેના પર્યાયના આ પાંચ પ્રકાર છે; તેમાં એક પ્રકાર જ્યારે ઉપયોગરૂપ હોય ત્યારે બીજો પ્રકાર ઉપયોગરૂપ હોય નહિ, તેથી એ પાંચમાંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગરૂપ હોય છે.
સમ્યગ્જ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક હોય છે; સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે. સમ્યગ્જ્ઞાન એ આત્માના જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે, આત્માથી કોઈ જુદી તે ચીજ નથી. સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છેઃ-
જ્ઞાનમાં એ ત્રણે શરતો પૂરી પડતી હોય તે સમ્યગ્જ્ઞાન છે; અર્થાત્ જો જ્ઞાનમાં વિષયપ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે.
શ્રી જિનેન્દ્રદેવે કહેલા જ્ઞાનના સમસ્ત ભેદને જાણીને, પરભાવોને છોડીને, નિજસ્વરૂપમાં સ્થિર થઈ, જીવ-જે ચૈતન્યચમત્કાર માત્ર છે-તેમાં જે પ્રવેશે છે તે તુરત જ મોક્ષને પામે છે. ૯.
(સાચાં જ્ઞાન) છે.