૪૮] [મોક્ષશાસ્ત્ર નિશ્ચય (ખરું) કારણ છે અને નિમિત્ત તે વ્યવહારકારણ છે એટલે કે તે (જ્યારે ઉપાદાન કાર્ય કરતું હોય ત્યારે તેને) અનુકૂળ ૧હાજરરૂપ હોય છે. કાર્ય વખતે નિમિત્ત હોય છે પણ ઉપાદાનમાં તે કંઈ કાર્ય કરી શકતું નથી તેથી તેને ‘વ્યવહારકારણ’ કહેવામાં આવે છે. કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરીના બે પ્રકાર છેઃ (૧) ખરેખર હાજરી, (ર) કલ્પિત હાજરી. જ્યારે છદ્મસ્થ જીવ વિકાર કરે ત્યારે દ્રવ્યકર્મનો ઉદય હાજરરૂપ હોય જ, ત્યાં દ્રવ્યકર્મનો ઉદય તે વિકારનું ખરેખર હાજરીરૂપ નિમિત્તકારણ છે, (જો જીવ વિકાર ન કરે તો તે જ દ્રવ્યકર્મની નિર્જરા થઈ કહેવાય છે,) તથા જીવ વિકાર કરે ત્યારે નોકર્મની હાજરી ખરેખર હોય અથવા કલ્પનારૂપ હોય.
નિમિત્ત હોતું જ નથી એમ કહી કોઈ નિમિત્તના અસ્તિત્વનો નકાર કરે ત્યારે, ‘ઉપાદાન અપૂર્ણ હોય ત્યારે નિમિત્ત હાજર હોય જ.’ એ બતાવાય, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. તેથી નિમિત્તનું જ અસ્તિત્વ જે કબૂલ ન કરે તેનું જ્ઞાન સમ્યગ્જ્ઞાન નથી. અહીં સમ્યગ્જ્ઞાનનો વિષય હોવાથી આચાર્યભગવાને નિમિત્ત કેવું હોય તેનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્ત ઉપાદાનને કાંઈ કરે એમ જે માને તેની માન્યતા ખોટી છે, તેથી તેને સમ્યગ્દર્શન નથી-એમ સમજવું. .।। ૧૪।।
એમ ચાર ભેદો છે.
અવગ્રહ-ચેતનામાં જે થોડો વિશેષાકાર ભાસવા લાગે છે તે પહેલાં થનારું જ્ઞાન-તેને ‘અવગ્રહ’ કહે છે. વિષય અને વિષયી (વિષય કરનાર) નું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી આદ્યગ્રહણ તે અવગ્રહ છે. સ્વ અને પર બન્નેનો (જે વખતે જે વિષય હોય તેનો) પહેલાં અવગ્રહ થાય છે. [Perception]
ઈહા–અવગ્રહ દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપ જાણવાની ચેષ્ટાને ‘ઈહા’ કહે છે. ઈહાનું વિશેષ વર્ણન ૧૧મા સૂત્રની નીચે આપ્યું છે. [Conception]
અવાય–વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિશ્ચય થઈ જાય તે અવાય છે. [Judgment] _________________________________________________________________ ૧ ઉપસ્થિત; વિદ્યમાન.