અ. ૧. સૂત્ર ૧૬] [૪૯
ધારણા– અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે. [Retention]
જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, યુક્તિદ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો... પછી-
પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિય દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસન્મુખ લક્ષ કરે છે ત્યારે, પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું; તે આત્માનો અર્થાવગ્રહ થયો. પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઈહા, નિર્ણય થયો તે અવાય અર્થાત્ ઈહાથી જાણેલા આત્મામાં આ તે જ છે, અન્ય નથી એવા મજબૂત જ્ઞાનને અવાય કહે છે. આત્મા સંબંધી કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો. પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિસ્વરૂપે છે તેમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે.
અવગ્રહ કે ઈહા થાય પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય એટલે કે અવાયજ્ઞાન ન થાય, માટે અવાયની ખાસ જરૂર છે. આ જ્ઞાન થતી વખતે વિકલ્પ, રાગ, મન કે પરવસ્તુ તરફ લક્ષ હોતું જ નથી, પણ સ્વસન્મુખ લક્ષ હોય છે.
સમ્યગ્દ્રષ્ટિને પોતાનું (આત્માનું) જ્ઞાન થતી વખતે આ ચારે પ્રકારનું જ્ઞાન થાય છે. ધારણા એ સ્મૃતિ છે; જે આત્માને સમ્યગ્જ્ઞાન અપ્રતિહત ભાવે થયું હોય તેને આત્માનું જ્ઞાન ધારણારૂપે રહ્યા જ કરે છે. ।। ૧પ।।
અનિસૃત, [अनुक्त] અનુક્ત, [ध्रुवाणां] ધ્રુવ, [सइतराणाम्] તેમના ઊલટા ભેદો