Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 53 of 655
PDF/HTML Page 108 of 710

 

પ૦] [મોક્ષશાસ્ત્ર સહિત અર્થાત્ એક, એકવિધ, અક્ષિપ્ર, નિઃસૃત, ઉક્ત અને અધ્રુવ એમ બાર પ્રકારના પદાર્થોનું અવગ્રહ, ઈહાદિરૂપ જ્ઞાન થાય છે.

ટીકા

૧. બહુ–એકી સાથે ઘણા પદાર્થોનું અથવા ઘણા જથ્થાનું અવગ્રહાદિ થવું (જેમ લોકોનાં ટોળાંનું અથવા ખડની ગંજીનું), ઘણા પદાર્થો જ્ઞાનગોચર થવા.

ર. એક– અલ્પ અથવા એક પદાર્થનું જ્ઞાન થવું (જેમ-એક માણસનું અથવા પાણીના પ્યાલાનું), થોડા પદાર્થ જ્ઞાનગોચર થવા.

૩. બહુવિધ– ઘણા પ્રકારના પદાર્થોનું અવગ્રહાદિ જ્ઞાન થવું (જેમ કૂતરા સાથેનો માણસ અથવા ઘઉં-ચણા-ચોખા વગેરે ઘણી જાતના પદાર્થો), યુગપત્ ઘણા પ્રકારના પદાર્થો જ્ઞાનગોચર થવા.

૪. એકવિધ– એક પ્રકારના પદાર્થોનું જ્ઞાન થવું (જેમ-એક જાતના ઘઉંનું જ્ઞાન); એક પ્રકારના પદાર્થો જ્ઞાનગોચર થવા.

પ. ક્ષિપ્ર– શીઘ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું. ૬. અક્ષિપ્ર– કોઈ પદાર્થને ધીરે ધીરે ઘણા વખતે જાણવો-ચિરગ્રહણ. ૭. અનિઃસૃત– એક ભાગના જ્ઞાનથી સર્વભાગનું જ્ઞાન થવું (જેમ બહાર નીકળેલી સૂંઢને દેખી પાણીમાં ડૂબેલા પૂરા હાથીનું જ્ઞાન થવું), એક ભાગ અવ્યક્ત રહ્યા છતાં જ્ઞાનગોચર થવું.

૮. નિઃસૃત– બહાર નીકળેલા પ્રગટ પદાર્થોનું જ્ઞાન થવું, પૂર્ણ વ્યક્ત હોય તેવા પદાર્થનું જ્ઞાનગોચર થવું.

૯. અનુક્ત– (નહિ કહેલ) -જે વસ્તુનું વર્ણન આપ્યું નથી તેને જાણવી, જેનું વર્ણન ન સાંભળવા છતાં પદાર્થ જ્ઞાનગોચર થવો.

૧૦. ઉક્ત– કહેલા પદાર્થનું જ્ઞાન થવું, વર્ણન સાંભળ્‌યા પછી પદાર્થ જ્ઞાનગોચર થવો.

૧૧. ધ્રુવ– ઘણા કાળ સુધી જ્ઞાન એવું ને એવું રહેવું, દ્રઢતાવાળું જ્ઞાન. ૧ર. અધ્રુવ– જે ક્ષણે ક્ષણે હીન-અધિક થાય તેવું જ્ઞાન, અસ્થિર જ્ઞાન. આ બધા ભેદો સમ્યક્મતિજ્ઞાનના છે. જેને સમ્યગ્જ્ઞાન થયું હોય તે જાણે છે કે- આત્મા ખરેખર પોતાના જ્ઞાન પર્યાયને જાણે છે, પર તો તે જ્ઞાનનું નિમિત્તમાત્ર છે. ‘પરને જાણ્યું’ એમ કહેવું તે વ્યવહાર છે. જો ‘પરને જાણે છે’ એમ પરમાર્થદ્રષ્ટિએ