Moksha Shastra (Gujarati). Sutra: 17-18 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 60 of 655
PDF/HTML Page 115 of 710

 

અ. ૧. સૂત્ર ૧૭-૧૮] [પ૭

આ સૂત્ર પ્રમાણે મતિજ્ઞાનના ભેદોની સંખ્યા નીચે મુજબ છેઃ-
અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા એ ૪,
પાંચ ઇન્દ્રિય અને મન એ છ દ્વારા ઉપરના ચાર પ્રકારે જ્ઞાન, (૪×૬) = ૨૪
તથા વિષયોની અપેક્ષાએ બહુ-બહુવિધ આદિ ૧૨= [૨૪×૧૨] ૨૮૮ ભેદો

છે. ।। ૧૬।।

અવગ્રહાદિના વિષયભૂત પદાર્થભેદો જે ઉપર કહ્યા
તે ભેદો કોના છે?
अर्थस्य ।। १७।।
અર્થઃ– ઉપર કહેલા બાર અથવા ર૮૮ ભેદો [अर्थस्य] પદાર્થના (દ્રવ્યના-

વસ્તુના) છે.

ટીકા

આ ભેદો વ્યક્ત પદાર્થના કહ્યા છે; અવ્યક્ત પદાર્થને માટે અઢારમું સૂત્ર કહેશે. કોઈ કહે કે-‘રૂપાદિ ગુણો જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે, માટે રૂપાદિ ગુણોનો જ અવગ્રહ થાય છે- નહિ કે દ્રવ્યોનો.’ આ કહેવું બરાબર નથી- એમ અહીં બતાવ્યું છે. ‘ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ જણાય છે’ એમ બોલવાનો માત્ર વ્યવહાર છે; રૂપાદિગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી એવો વ્યવહાર થયો છે કે ‘મેં રૂપ જોયું, મેં ગંધ સૂંઘી;’ પણ ગુણ-પર્યાય દ્રવ્યથી જુદા નહિ હોવાથી પદાર્થનું જ્ઞાન થાય છે ઇન્દ્રિયોનો સંબંધ પદાર્થો સાથે થાય છે, માત્ર ગુણ-પર્યોયો સાથે થતો નથી. ।। ૧૭।।

અવગ્રહજ્ઞાનમાં વિશેષતા
व्यञ्जनस्यावग्रह।। १८।।
અર્થઃ– [व्यञ्जनस्य] અપ્રગટરૂપ શબ્દાદિ પદાર્થોનું [अवग्रह] માત્ર

અવગ્રહ-જ્ઞાન થાય છે-ઇહાદિક ત્રણ જ્ઞાન થતાં નથી.

ટીકા
અવગ્રહના બે ભેદ છે-(૧) વ્યંજન-અવગ્રહ (૨) અર્થ-અવગ્રહ.
વ્યંજનાવગ્રહઃ– અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે છે.
અર્થાવગ્રહ–વ્યક્ત-પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થાવગ્રહ કહે છે.