Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 63 of 655
PDF/HTML Page 118 of 710

 

૬૦] [મોક્ષશાસ્ત્ર

આ નિયમને અનુસરીને ઈહામાં જ્ઞાનનો અધિકાંશ વિષયનો સત્યાંશગ્રાહી જ હોય છે તેથી ઈહાને સત્યજ્ઞાનમાં ગણવામાં આવ્યું છે.

‘ધારણા’ અને ‘સંસ્કાર’ સંબંધી ખુલાસો

શંકા–ધારણા નામ કોઈ ઉપયોગ જ્ઞાનનું છે કે સંસ્કારનું? શંકાકારની દલીલઃ– જો ઉપયોગરૂપ જ્ઞાનનું નામ ધારણા હોય તો, તે ધારણા સ્મરણને ઉત્પન્ન કરવાને સમર્થ નહિ થાય, કેમકે કાર્ય-કારણરૂપ પદાર્થોમાં પરસ્પર કાળનું અંતર રહી શકતું નથી. ધારણા ક્યારે થાય છે અને સ્મરણ ક્યારે, તેમાં કાળનું મોટું જ અંતર પડે છે; જો તેને (ધારણાને) સંસ્કારરૂપ માની સ્મરણના સમય સુધી વિદ્યમાન માનવાની કલ્પના કરીએ તો તે પ્રત્યક્ષનોભેદ થતો નથી. કેમકે સંસ્કારરૂપ જ્ઞાન પણ સ્મરણની અપેક્ષાએ મલિન છે; સ્મરણ ઉપયોગરૂપ હોવાથી પોતાના સમયમાં તે બીજો ઉપયોગ થવા દેતું નથી અને પોતે કાંઈક વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરે છે; પરંતુ ધારણા સંસ્કારરૂપ હોવાથી તેના રહેવા છતાં પણ અન્ય-અન્ય અનેક જ્ઞાનો ઉત્પન્ન થતા રહે છે અને સ્વયં તે ધારણા તો અર્થનું જ્ઞાન જ કરાવી શકતી નથી. [આ શંકાકારની દલીલ છે, હવે તેનું સમાધાન કરે છે.)

સમાધાનઃ– ‘ધારણા’ ઉપયોગરૂપ જ્ઞાનનું નામ પણ છે અને સંસ્કારનું પણ નામ છે. ધારણાને પ્રત્યક્ષ જ્ઞાનમાં ગણી છે અને તેની ઉત્પત્તિ પણ અવાયની પછી જ થાય છે; તેનું સ્વરૂપ પણ અવાયની અપેક્ષાએ અધિક દ્રઢરૂપ છે, તેથી તેને ઉપયોગરૂપ જ્ઞાનમાં ગર્ભિત કરવું જોઈએ.

તે ધારણા સ્મરણને ઉત્પન્ન કરે છે અને કાર્યના પૂર્વ ક્ષણ માં કારણ રહેવું જ જોઈએ માટે તેને સંસ્કારરૂપ પણ કહી શકાય છે. તાત્પર્ય એ છે કે જે સ્મરણના સમય સુધી રહે છે તેને કોઈ કોઈ જગ્યાએ ધારણાથી જુદું ગણાવ્યું છે અને કોઈ કોઈ જગ્યાએ ધારણાના નામથી કહ્યું છે. ધારણા તથા તે સંસ્કારમાં કારણ-કાર્ય સંબંધ છે. તેથી જ્યાં ભેદવિવક્ષા મુખ્ય હોય ત્યાં જુદાં ગણવામાં આવે છે અને જ્યાં અભેદ- વિવક્ષા મુખ્ય હોય ત્યાં જુદાં નહિ ગણતાં કેવળ ધારણાને જ સ્મરણનું કારણ કહ્યું છે.

ચાર ભેદોની વિશેષતા

એ રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર મતિજ્ઞાનના ભેદો છે; તેનું સ્વરૂપ ઉત્તરોત્તર તરતમ-વધારે વધારે શુદ્ધ હોય છે અને તેને પૂર્વ-પૂર્વ જ્ઞાનનું કાર્ય સમજવું જોઈએ. એક વિષયની ઉત્તરોત્તર વિશેષતા તેના દ્વારા જાણવામાં આવે છે, તેથી તે ચારે જ્ઞાનોને એક જ જ્ઞાનના વિશેષ પ્રકાર પણ કહી શકાય છે. મતિ-સ્મૃતિ