Moksha Shastra (Gujarati). Sutra: 19-20 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 64 of 655
PDF/HTML Page 119 of 710

 

અ. ૧. સૂત્ર ૧૯-૨૦] [૬૧ આદિની માફક તેમાં કાળનો અસંબંધ નથી તથા બુદ્ધિ-મેધાદિની માફક વિષયનો અસંબંધ તેમાં નથી. ૧૮.

न चक्षुरनिन्द्रियाभ्याम्।। १९।।
અર્થઃ– વ્યંજનાવગ્રહ [चक्षुः अनिन्द्रियाभ्याम्] નેત્ર અને મનથી [न] થતો નથી.
ટીકા

મતિજ્ઞાનના ૨૮૮ ભેદ ૧૬ મા સૂત્રમાં આપ્યા છે. અને વ્યંજનાવગ્રહ ચાર ઇંદ્રિયો દ્વારા થાય છે તેથી તેના બહુ, બહુવિધ આદિ ૧૨ ભેદ ગણાતાં ૪૮ ભેદ થાય છે; એ રીતે મતિજ્ઞાનના ૩૩૬ પ્રભેદ થાય છે. ૧૯.

શ્રુતજ્ઞાનનું વર્ણન, ઉત્પત્તિનો ક્રમ તથા તેના ભેદ
श्रुतं मतिपूर्वं द्वयनेकद्वादशभेदम्।। २०।।
અર્થઃ– [श्रुतम्] શ્રુતજ્ઞાન [मतिपूर्वं] મતિજ્ઞાન પૂર્વક હોય છે- અર્થાત્ મતિજ્ઞાન

પછી થાય છે; તે શ્રુતજ્ઞાન [द्वयनेकद्वादशभेदम्] બે, અનેક અને બાર ભેદવાળું છે.

ટીકા
(૧) સમ્યગ્જ્ઞાનનો વિષય ચાલે છે [જુઓ, સૂત્ર ૯] માટે આ સમ્યક્શ્રુતજ્ઞાનને

લગતું સૂત્ર છે- એમ સમજવું. મિથ્યાશ્રુતજ્ઞાન સંબંધમાં ૩૧મું સૂત્ર છે.

(૨) શ્રુતજ્ઞાનઃ– મતિજ્ઞાનથી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થથી, તેનાથી જુદા પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. તેનાં દષ્ટાંતોઃ-

૧-સદગુરુનો ઉપદેશ સાંભળી, આત્માનું યથાર્થ જ્ઞાન થવું-તેમાં ઉપદેશ
સાંભળવો તે મતિજ્ઞાન છે, પછી વિચાર કરી આત્માનું ભાન પ્રગટ કરવું
તે શ્રુતજ્ઞાન છે.
૨-શબ્દથી ઘટાદિ પદાર્થોનું જાણવું-તેમાં ‘ઘટ’ શબ્દ સાંભળવો તે મતિજ્ઞાન
છે અને તે ઉપરથી ઘડા પદાર્થનું જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે.
૩-ધૂમાડાથી અગ્રિનું ગ્રહણ કરવું-તેમાં ધૂમાડો આંખે દેખી જ્ઞાન થયું તે
મતિજ્ઞાન છે અને ધૂમાડા ઉપરથી અગ્નિનું અનુમાન કરવું તે શ્રુતજ્ઞાન છે.
૪-એક માણસ ‘વહાણ’ એવો શબ્દ સાંભળે છે, તે મતિજ્ઞાન છે. પૂર્વે
વહાણના ગુણો સાંભળ્‌યા અથવા વાંચ્યા હતા તે સંબંધી [‘વહાણ’ શબ્દ
સાંભળી] જે વિચારો ઉત્પન્ન કરે છે તે વિચારો શ્રુતજ્ઞાન છે.