Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 65 of 655
PDF/HTML Page 120 of 710

 

૬૨] [મોક્ષશાસ્ત્ર (૩) મતિજ્ઞાન દ્વારા જાણેલા વિષયનું અવલંબન લઈ જે ઉત્તર તર્કણા (બીજા વિષય

સંબંધી વિચારો) જીવ કરે છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે-
૧-અક્ષરાત્મક, ૨-અનક્ષરાત્મક. ‘આત્મા’ શબ્દ સાંભળી આત્માના ગુણોનું
હૃદયમાં પ્રગટ કરવું તે અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. અક્ષર અને પદાર્થને
વાચકવાચ્ય સંબંધ છે. ‘વાચક’ તે શબ્દ છે તેનું જ્ઞાન મતિજ્ઞાન છે; અને
તેના નિમિત્તે ‘વાચ્ય’નું જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે. પરમાર્થે જ્ઞાન કોઈ
અક્ષર નથી, અક્ષર તો જડ છે, તે પુદ્ગલસ્કંધનો પર્યાય છે; તે નિમિત્ત
માત્ર છે. ‘અક્ષરાત્મક શ્રુતજ્ઞાન’ કહેવામાં આવ્યું તે કાર્ય માં કારણનો
(નિમિત્તનો) માત્ર ઉપચાર કર્યો છે-એમ સમજવું.

(૪) શ્રુતજ્ઞાન તે જ્ઞાનગુણનો પર્યાય છે, તે થવામાં મતિજ્ઞાન નિમિત્તમાત્ર છે.

શ્રુતજ્ઞાન પહેલાં જ્ઞાનગુણનો મતિજ્ઞાનરૂપ પર્યાય હોય છે, અને તે પર્યાયનો
વ્યય થતાં શ્રુતજ્ઞાન પ્રગટે છે; તેથી મતિજ્ઞાનનો વ્યય શ્રુતજ્ઞાનનું નિમિત્ત છે,
તે ‘અભાવરૂપ નિમિત્ત’ છે; એટલે કે મતિજ્ઞાનનો જે વ્યય થાય છે તે
શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરતું નથી, શ્રુતજ્ઞાન તો પોતાના ઉપાદાન કારણે ઉત્પન્ન
થાય છે.
[મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે.]

(પ) પ્રશ્નઃ– જગતમાં કારણની સમાન કાર્ય થાય છે, તેથી મતિજ્ઞાન સમાન શ્રુતજ્ઞાન

હોવું જોઈએ?

ઉત્તરઃ– ઉપાદાન કારણની સમાન કાર્ય થાય છે, પણ નિમિત્તકારણ સમાન કાર્ય થતું નથી. જેમ ઘડો થવામાં દંડ, ચક્ર, કુંભાર, આકાશ આદિ નિમિત્ત કારણો છે, પણ ઉત્પન્ન થયેલો ઘડો તે દંડ, ચક્ર, કુંભાર, આકાશ આદિની સમાન નથી, ભિન્ન સ્વરૂપે જ (માટી સ્વરૂપે જ) છે. તેમ શ્રુતજ્ઞાનના ઉત્પન્ન થવામાં મતિ નામ (ફક્ત નામ) માત્ર બાહ્ય કારણ છે, વળી તેનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી ભિન્ન છે. (૬) શ્રુતજ્ઞાન એકવાર થયા પછી વિચાર લંબાય ત્યારે બીજું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન

વચ્ચે આવ્યા વિના પણ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નઃ– તેવા શ્રુતજ્ઞાનને
‘मतिपूर्व...’ (મતિપૂર્વક) એ સૂત્રમાં આપેલી વ્યાખ્યા
કેમ લાગુ પડે?
ઉત્તરઃ– તેમાં પહેલું શ્રુતજ્ઞાન મતિપૂર્વક થયું હતું તેથી બીજું શ્રુતજ્ઞાન
મતિપૂર્વક છે એવો ઉપચાર કરી શકાય છે. સૂત્રમાં
‘पूर्व’ પહેલાં ‘સાક્ષાત્’
શબ્દ વાપર્યો નથી, માટે શ્રુતજ્ઞાન સાક્ષાત્ મતિપૂર્વક અને પરંપરા મતિપૂર્વક-
એમ બે પ્રકારે થાય છે-એમ સમજવું.