Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 72 of 655
PDF/HTML Page 127 of 710

 

અ. ૧. સૂત્ર ૨૨] [૬૯

સંબંધ બતાવવા નિમિત્ત જણાવ્યું છે. કર્મની તે વખતની સ્થિતિ કર્મના પોતાના કારણે ક્ષયોપશમરૂપ હોય છે, એટલો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે અહીં બતાવ્યો છે. (૯) ક્ષયોપશમનો અર્થ–(૧) સર્વઘાતિ સ્પર્દ્ધકોનો ઉદયાભાવી ક્ષય; (ર) દેશઘાતિ

સ્પર્દ્ધકોમાં ગુણનો સર્વથા ઘાત કરવાની શક્તિનો ઉપશમ તેને ક્ષયોપશમ કહે
છે. તથા-
ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનમાં વેદક સમ્યક્ત્વપ્રકૃતિના સ્પર્દ્ધકોને ‘ક્ષય’ અને
મિથ્યાત્વ તથા સમ્યક્મિથ્યાત્વ પ્રકૃતિઓના ઉદયભાવને ઉપશમ કહે છે.
પ્રકૃતિઓના ક્ષય તથા ઉપશમને ક્ષયોપશમ કહે છે.
[શ્રી ધવલા, પુસ્તક પ,
પાનું ર૦૦-૨૧૧-૨૨૧]

(૧૦) ગુણપ્રત્યય અવધિજ્ઞાન, સમ્યગ્દર્શન, દેશવ્રત અથવા મહાવ્રતના નિમિત્તથી થાય

છે તોપણ તે બધા સમ્યગ્દ્રષ્ટિ, દેશવ્રતી કે મહાવ્રતી જીવોને હોતું નથી; કેમકે-
અસંખ્યાત લોકપ્રમાણ સમ્યક્ત્વ, સંયમાસંયમ અને સંયમરૂપ પરિણામોમાં,
અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણભૂત પરિણામ બહુ થોડા હોય છે.
[શ્રી
જયધવલા પાનું-૧૭]. ગુણપ્રત્યય સુ-અવધિજ્ઞાન સમ્યગ્દ્રષ્ટિ જીવોને જ થઈ
શકે છે, પરંતુ બધા સમ્યગ્દ્રષ્ટિ જીવોને તે હોતું નથી-એમ સમજવું.
સૂત્ર ૨૧–૨૨નો સિદ્ધાંત

“જે જીવોને અવધિજ્ઞાન થયું હોય તે જ જીવો, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી દર્શનમોહકર્મના રજકણોની અવસ્થા જોઈને તે ઉપરથી પોતાને સમ્યગ્દર્શન થયું છે- એમ યથાર્થપણે જાણી શકે”-એવી માન્યતા બરાબર નથી, કેમકે બધા જ સમ્યગ્દ્રષ્ટિ જીવોને અવધિજ્ઞાન હોતું નથી, પણ સમ્યગ્દ્રષ્ટિ જીવોમાંથી ઘણા જ ઓછા જીવોને અવધિજ્ઞાન થાય છે. ‘પોતાને સમ્યગ્દર્શન થયું છે’ તે જો અવધિજ્ઞાન વગર નક્કી ન થઈ શકતું હોય તો, જે જીવોને અવધિજ્ઞાન ન થાય તેઓને હંમેશાં એ સંબંધની શંકા-સંશય રહ્યા જ કરે, પરંતુ નિઃશંકપણું એ સમ્યગ્દર્શનનો પહેલો જ આચાર છે; તેથી જે જીવોને સમ્યગ્દર્શન સંબંધી શંકા રહ્યા કરે તે જીવ ખરી રીતે સમ્યગ્દ્રષ્ટિ હોય જ નહિ, પણ મિથ્યાદ્રષ્ટિ હોય છે. માટે અવધિજ્ઞાનનું, મનઃપર્યયજ્ઞાનનું તથા તેના ભેદોનું સ્વરૂપ જાણી, ભેદો તરફના રાગને ટાળી, અભેદ જ્ઞાનસ્વરૂપ પોતાના સ્વભાવ તરફ જીવે વળવું.।। २२।।