Moksha Shastra (Gujarati). Sutra: 23 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 73 of 655
PDF/HTML Page 128 of 710

 

૭૦] [મોક્ષશાસ્ત્ર

મનઃપર્યયજ્ઞાનના ભેદ
ऋजुविपुलमती मनः पर्ययः।। २३।।
અર્થઃ– [मनःपर्ययः] મનઃપર્યયજ્ઞાન [ऋजुमति विपुलमति] ઋજુમતિ અને

વિપુલમતિ-એવા બે પ્રકારનું છે.

ટીકા

(૧) મનઃપર્યયજ્ઞાનની વ્યાખ્યા નવમા સૂત્રની ટીકામાં આપી છે. બીજાના મનોગત

(મનમાં રહેલાં) મૂર્તિક દ્રવ્યોને, તે મનની સાથે જે પ્રત્યક્ષ જાણે તે મનઃપર્યયજ્ઞાન છે. (૨) દ્રવ્ય અપેક્ષાએ મનઃપર્યયજ્ઞાનનો વિષય–જઘન્યરૂપથી એક સમયમાં થતા

ઔદારિક શરીરના નિર્જરારૂપ દ્રવ્ય સુધી જાણી શકે; ઉત્કૃષ્ટરૂપે આઠ કર્મોના
એક સમયમાં બંધાયેલા સમય પ્રબદ્ધરૂપ*દ્રવ્યના અનંત ભાગોમાંથી એક
ભાગ સુધી જાણી શકે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય–જઘન્યરૂપે બે, ત્રણ કોશ સુધીના ક્ષેત્રને
જાણે; અને ઉત્કૃષ્ટરૂપે મનુષ્યક્ષેત્રની અંદર જાણી શકે.
[વિષ્કંભરૂપ મનુષ્યક્ષેત્ર
સમજવું].
કાળ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય–જઘન્યરૂપે બે, ત્રણ ભવોનું ગ્રહણ કરે છે;
ઉત્કૃષ્ટરૂપે અસંખ્યાત ભવોનું ગ્રહણ કરે છે-જાણે છે.
ભાવ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય–દ્રવ્યપ્રમાણમાં કહેલા દ્રવ્યોની શક્તિને
(ભાવને) જાણે છે.
[શ્રી ધવલા પુસ્તક ૧ પાનું-૯૪]

આ જ્ઞાન થવામાં મન અપેક્ષામાત્ર(-નિમિત્તમાત્ર) કારણ છે, ઉત્પત્તિનું તે કારણ નથી. આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે. આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બન્નેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે. [શ્રી સર્વાર્થસિદ્ધિ પાનું ૪૪૮-૪પ૧-૪પ૨] બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ ‘મન’ કહેવામાં આવે છે; તેના પર્યાયો (વિશેષો) ને મનઃપર્યય કહે છે, તેને જે જ્ઞાન જાણે તે મનઃપર્યયજ્ઞાન છે. મનઃપર્યયજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. _________________________________________________________________

*સમયપ્રબદ્ધ=એક સમયમાં જેટલા કર્મપરમાણુ અને નોકર્મપરમાણુ બંધાય તે સર્વને

સમયપ્રબદ્ધ કહે છે.