૧૧૦] [મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– એ એ આવરણ તો ગયું પણ બધા ગુણો સર્વથા સમ્યક્ થયા નથી. આવરણ જવાથી સર્વ ગુણો સમ્યક્ સર્વથા ન થયા તેથી પરમસમ્યક્ નથી. બધા ગુણો સાક્ષાત્ સર્વથા શુદ્ધ સમ્યક્રૂપ થાય ત્યારે ‘પરમસમ્યક્’ એવું નામ હોય. વિવક્ષાપ્રમાણથી કથન પ્રમાણ છે. એ દર્શન ઉપરથી પૌદ્ગલિક સ્થિતિ જ્યારે નાશ થઈ ત્યારે જ આ જીવનો જે સમ્યક્ત્વગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ સમ્યક્ત્વગુણ સંપૂર્ણ સ્વભાવરૂપ થઈ પરિણમ્યો-પ્રગટ થયો. ચેતન-અચેતનની જુદી પ્રતીતિથી સમ્યકત્વગુણ નિજજાતિસ્વરૂપ થઈ પરિણમ્યો; તેનું લક્ષણ-જ્ઞાનગુણ અનંત શક્તિએ કરી વિકારરૂપ થઈ રહ્યો હતો તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ, સામાન્યથી નામ થયું તેને મતિ-શ્રુતિ કહીએ છીએ, અથવા નિશ્ચયજ્ઞાન શ્રુતપર્યાય કહીએ, જઘન્યજ્ઞાન કહીએ છીએ; બાકીની સર્વજ્ઞાનશક્તિ રહી તે અજ્ઞાન-વિકારરૂપ વર્ગમાં છે. એ વિકાર શક્તિને કર્મધારારૂપ કહીએ છીએ. એ જ પ્રમાણે જીવને દર્શનશક્તિ અદર્શનરૂપ રહી છે, એ જ પ્રમાણે જીવના ચારિત્રની કેટલીક ચારિત્રરૂપ તથા કેટલીક અન્ય વિકારરૂપ છે, એ પ્રમાણે ભોગગુણની સમજવી. બધા ગુણ જેટલા નિરાવરણ તેટલા શુદ્ધ, બાકીના વિકારરૂપ, એ બધો મિશ્રભાવ થયો. પ્રતીતિરૂપ જ્ઞાનમાં સર્વ શુદ્ધ શ્રદ્ધાભાવ થયો છે પણ આવરણ જ્ઞાનનું તથા અન્ય ગુણોનું લાગ્યું છે માટે તે મિશ્રભાવ છે.
આ સંબંધમાં શ્રી પદ્મનંદિપંચવિશતિકામાં ‘સુપ્રભાત-અષ્ટક’ સ્તોત્ર છે, તેની પહેલી ગાથામાં પણ આ જ ભાવથી કહ્યું છે કેઃ-
द्योते मोहकृते गते च सहसा निद्राभरे दुरतः।
सम्यग्ज्ञानद्रगक्षियुग्ममभितो विस्फारित यत्र त
ल्लब्धं यैरिह सुप्रभातमचलं तेभ्यो यतिभ्यो नमः।। १।।
અર્થઃ– જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બન્નેની હયાતીરૂપ જે રાત્રિ તેનો નાશ થવાથી, તથા અંતરાય કર્મના ક્ષય થવાથી પ્રકાશ થતાં, અને મોહનીયકર્મના નિમિત્તથી કરવામાં આવેલ જે નિદ્રાનો ભાર તે તુરત જ દૂર થતાં જે સુપ્રભાતમાં સમ્યગ્જ્ઞાન તથા સમ્યગ્દર્શનરૂપ બન્ને નેત્રો વિશેષ સ્ફુરાયમાન થયા- એવા અચળ સુપ્રભાતને જે યતિઓએ પ્રાપ્ત કરી લીધું છે તે યતિઓને નમસ્કાર છે.
ભાવાર્થઃ– જેમ પ્રભાત થતાં રાત્રિનો સર્વથા અંત આવે છે તથા પ્રકાશ પ્રગટ થાય છે અને નિદ્રાનો નાશ થાય છે અર્થાત્ સૂતેલાં પ્રાણીઓ જાગૃત થાય છે અને